રાજ્યમાં નવા વાયરસ કહેર વર્તાવ્યો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધ્યા છે. જેમાં આંકડો જાણી દંગ રહેશો. તેમાં શંકાસ્પદ કેસ વધીને 71 થયા છે. તેમજ સૌથી વધુ 11 કેસ પંચમહાલમાં નોંધાયા છે. હાલમાં કુલ 41 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ 3 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 27 દર્દીઓના મૃત્યુ થયા છે.
ભાવનગરમાં 1, કચ્છમાં 1 કેસ, દેવભૂમિ દ્વારકામાં 1 કેસ, 1 દર્દીનું મોત થયુ છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 41 દર્દી દાખલ છે તથા 03 દર્દીઓને રજા આપેલ છે. રાજસ્થાનના 2 કેસ જેમાં 1 દર્દી દાખલ છે તેમજ 1 દર્દી મૃત્યુ પામેલ છે. તથા મધ્ય પ્રદેશનો 1 કેસ છે.આરોગ્યની ટીમ દ્વારા કુલ 17248 ઘરોમાં કુલ 12,1826 વ્યક્તિઓના સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે.
અરવલ્લીમાં 4 કેસ નોંધાયા, 2ના મોત તેમજ મહીસાગરમાં 2, ખેડામાં 5 કેસ નોંધાયા છે. મહેસાણામાં 4 કેસ, 2 દર્દીઓના મોત થયા છે. તેમજ રાજકોટ 3 કેસ નોંધાયા, 2 દર્દીઓના મોત થયા છે. તેમજ અમદાવાદમાં 4 કેસ, 3 દર્દીઓના મોત થયા છે. તેમજ ગાંધીનગરમાં 7 કેસ, 1 દર્દીનું મોત થયુ છે. તેમજ પંચમહાલમાં 11 કેસ, 4 દર્દીઓના મોત થયા છે. જામનગરમાં 5 કેસ, છોટાઉદેપુરમાં 2 કેસ તેમજ મોરબીમાં 4 કેસ, 3 દર્દીઓના મોત થયા છે. દોહાદમાં 2 કેસ, 2 દર્દીઓના મોત થયા છે. તેમજ વડોદરામાં 2, નર્મદામાં 1 કેસ સામે આવ્યો છે.