મુંબઈઃ ઓનલાઈન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટોએ જાહેર કર્યું છે કે તેણે 30 સપ્ટેમ્બરે સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં રૂ. 430 કરોડની ખોટ નોંધાવી હતી. ડિલીવરી ખર્ચમાં થયેલો વધારો તેની આ ખોટ પાછળનું એક કારણ છે એમ પણ કંપનીએ જણાવ્યું છે.
ઝોમેટો હજી તાજેતરમાં જ તેનો પબ્લિક ઈસ્યૂ લાવી હતી. તેણે ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં રૂ. 229 કરોડની ખોટ કરી હતી. કંપનીના સીઈઓ દીપિન્દર ગોયલનું કહેવું છે કે બિઝનેસના વિકાસ માટે કરવા પડેલા મૂડીરોકાણ, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પાછળ કરવા પડતો ખર્ચ વધી જતાં, ડિલીવરી ખર્ચ વધી જતાં અને ઈંધણના ભાવ વધવાથી તેની ખોટમાં આ વર્ષે વધારો થયો છે. ઝોમેટોએ બિગફૂટ રીટેલ સોલ્યૂશન્સ પ્રા.લિ. (શિપરોકેટ) કંપનીમાં 8 ટકાનો હિસ્સો ખરીદ્યો છે.