નવી દિલ્હીઃ એસબીઆઈએ ગ્રાહકો માટે એક નવી સુવિધા શરુ કરી છે. બેંકે પોતાના ગ્રાહકોને પોતાના ડેબિટ કાર્ડ પર ફોટો છપાવાની સુવિધા શરુ કરી છે. લોકોને આ સુવિધા આપવા માટે એસબીઆઈએ ઈનટચ બ્રાંચ ખોલી છે. આ બ્રાંચમાં ખાતુ ખોલાવનારા લોકોને ઘણી સુવિધાઓ પ્રાપ્ત થશે. એસબીઆઈની આ બ્રાંચમાં લોકોના કામ સરળતાથી થઈ જશે અને તેમને લાંબી લાઈનોમાં ઉભા રહેવાની જરુરીયાત નહી પડે.
આ શાખામાં જઈને ગ્રાહક AOK કિયોસ્ક દ્વારા મીનિટોમાં પોતાનું બેંક ખાતુ ખોલી શકે છે. કોઈપણ ગ્રાહકને ડેબિટ કાર્ડમાં ફોટો લગાવવા માટે પાંચ મીનિટ જેટલો સમય લાગશે. આના માટે ગ્રાહકોને બેંકની બ્રાંચમાં જવાનું રહેશે. ત્યારબાદ એડઓન કાર્ડ માટે અપ્લાય કરવું પડશે. જો ગ્રાહક કોઈને આ પ્રકારનું કાર્ડ ગીફ્ટ કરવા માંગે છે તો તેમનું ખાતુ ખોલવું પડશે. બ્રાંચમાં આ કામને ફટાફટ કરી આપવામાં આવશે.
અત્યારસુધી દેશની 143 એસબીઆઈ બ્રાંચમાં આ સુવિધા ઉપ્લબ્ધ છે અને આવનારા સમયમાં આને અન્ય બ્રાંચ સુધી પહોંચાડવામાં આવશે. એસબીઆઈની ઈનટચ બ્રાંચમાં ગ્રાહક સરળતાથી સેવિંગ્સ અકાઉન્ટ, કરન્ટ અકાઉન્ટ, અને પીએફ અકાઉન્ટ ખોલાવી શકે છે. આ તમામ કામ અકાઉન્ટ ઓપનિંગ કિયોસ્ક દ્વારા થશે. કિયોસ્ક દ્વારા તમે તમારા ડેબિટ કાર્ડ પર પોતાનો ફોટો લગાવી શકો છો. આ કામ માત્ર 5 મીનિટમાં થઈ જશે. ડેબિટ કાર્ડ પર પોતાના ફોટો લગાવવા માટે તમારે એસબીઆઈના ગ્રાહક હોવું જરુરી છે.