મુંબઈ તા. 2 ફેબ્રુઆરી, 2023: બીએસઈ એસએમઈ પર 415મી કંપની તરીકે ટ્રાન્સવોય લોજિસ્ટિક્સ ઈન્ડિયા લિમિટેડ લિસ્ટ થઈ છે. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 7.20 લાખ ઈક્વિટી શેર્સ, શેરદીઠ રૂ.71ની કિંમતે ઓફર કરીને રૂ.5.11 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ 24 જાન્યુઆરીના રોજ સંપન્ન થયો હતો.
ટ્રાન્સવોય લોજિસ્ટિક્સ ફ્રેઈટ ફોરવર્ડિંગ, કસ્ટમ્સ ક્લિયરન્સ અને સંબંધિત લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસનું કામકાજ કરે છે.
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 415 કંપનીઓએ અત્યાર સુધીમાં રૂ.4,595 કરોડ એકત્ર કર્યા છે, જેમનું માર્કેટ કેપિટલાઈઝેશન આજની તારીખે રૂ.63,000 કરોડથી અધિક છે. આ પ્લેટફોર્મ પરથી 162 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે.
