આઇસી15 ઇન્ડેક્સ 1,548 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15ના તમામ ઘટકોમાં ગુરુવારે વૃદ્ધિ થઈ હતી. અવાલાંશ, પોલીગોન, યુનિસ્વોપ અને બિનાન્સમાં 7થી 15 ટકાની રેન્જમાં વધારો થયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન 1.09 ટ્રિલ્યન ડોલર રહ્યું હતું.

દરમિયાન, લંડન ક્રીપ્ટોકરન્સી માટે વિશ્વનું અગ્રણી કેન્દ્ર બની ગયું છે. ક્રીપ્ટોકરન્સી અપનાવવા માટે આ શહેર સૌથી વધુ તૈયાર હોવાનું એક સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે. સંશોધકોએ આઠ નિર્દેશોના આધારે આ તારણ કાઢ્યું છે. એમાં ક્રીપ્ટોકરન્સી બિઝનેસ તથા ક્રીપ્ટોકરન્સી એટીએમની સંખ્યા એ બે પરિબળો સામેલ હતાં.

બીજા બાજુ, દક્ષિણ આફ્રિકાની કરિયાણાની રિટેલ કંપની – પિક ઍન્ડ પૅએ પોતાના 1,628 સ્ટોરમાં 39 સ્થળોએ ત્રણ મહિના માટે બિટકોઇનનો સ્વીકાર કરવા તૈયારી કરી લીધી હોવાનું ગ્રાન્ડ વ્યૂ રિસર્ચના અહેવાલમાં કહેવામાં આવ્યું છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.74 ટકા (1,548 પોઇન્ટ) વધીને 34,168 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 32,620 ખૂલીને 34,614ની ઉપલી અને 32,280 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.