આ દંપતિએ અઢી મહિનામાં 1 કંપનીના શેરથી મેળવ્યાં 915 કરોડ રુપિયા…

નવી દિલ્હીઃ અઢી મહિનાથી પણ ઓછા સમયમાં જો કોઈ એક કંપનીના શેરમાં રોકાણ કરીને કોઈ પરિવાર 915 કરોડ રુપિયાની કમાણી કરી લે તો તમે કદાચ તેને શેર બજારનો જાદૂગર કહેશો. પણ વાત સત્ય છે, રાકેશ ઝૂનઝૂનવાલાને અમથા કાંઈ ભારતના વોરેન બફેટ નથી કહેવામાં આવતાં. રાકેશે પોતાની પત્ની સાથે મળીને ટાઈટન કંપનીના શેર્સમાં માર્ચથી અત્યારસુધી 914.91 કરોડ રુપિયાનો નફો કર્યો છે.

અત્યારે ઝૂનઝૂનવાલા કપલે આ જ્વેલરી વોચ નિર્માતા કંપનીમાં 8,040 કરોડ રુપિયાનું રોકાણ કર્યું છે. માર્ચના ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં આ કપલનું આ કંપનીમાં રોકાણ 9,125 કરોડ રુપિયાનું હતું. રાકેશને માર્ચના ત્રિમાસીક ગાળાના અંત સુધી ટાઈટનમાં 5.07 કરોડ શેર એટલે કે 5.72 ટકા ભાગીદારી ખરીદી રાખી હતી અને અત્યારસુધીમાં તેમણે 743.86 કરોડનો નફો કર્યો છે.

Image result for Titan Company Stock

ટાઈટનના એક શેરની કીંમત 29 માર્ચ 2019ના રોજ 1,141.05 રુપિયા હતી. મંગળવારના રોજ આ શેર પોતાની સર્વકાલિન ઉંચાઈઓને સ્પર્શતા 1,287.55 રુપિયા સુધી પહોંચી ગયો હતો. તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાએ આ દરમિયાન ટાઈટનમાં 1.16 કરોડ શેર એટલે કે 1.32 ટકા ભાગીદારી ખરીદી રાખી હતી અને તેમને આ રોકાણથી 171.05 કરોડનો નફો થયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાકેશ ઝુનઝુનવાલાએ વર્ષ 2002-2003માં માત્ર 3 રુપિયા પ્રતિ શેરના હિસાબથી ટાઈટનના 6 કરોડ રુપિયાના શેર ખરીદ્યા હતા. ત્યારબાદ તેઓ સમયાંતરે આ શેરનું ખરીદ-વેચાણ કરતા રહેતા હતા. ડિસેમ્બર 2018 સુધીમાં તેમની ભાગીદારી ઘટીને 5.13 કરોડ શેર એટલે કે 5.78 ટકા અને માર્ચ 2019 સુધી 5.72 ટકા રહી હતી.

 

જો કે આ દરમિયાન તેમની પત્ની રેખાએ પોતાની ભાગીદારી વધારી. રેખાની ભાગીદારી ડિસેમ્બર 2018ના અંતમાં 1.15 કરોડ શેર એટલે કે 1.30 ટકાની હતી. પરંતુ માર્ચ ત્રિમાસીક હાળા સુધી તે 1.32 ટકા થઈ ગઈ. ટાઈટનના શેર્સમાં સતત આવી રહેલી મજબૂતીથી આ કપલને મોટો નફો કમાવવાની તક પણ મળી છે. આ વર્ષે 29 માર્ચના રોજ ટાઈટનના શેર 1141.05 રુપિયાની કીંમત પર હતા, પરંતુ ત્યારબાદ તેમાં 12.83 ટકાનો વધારો જોવા મળ્યો અને મંગળવારના રોજ ભાવ પોતાની સર્વકાલીન ઉંચાઈઓ પર પહોંચી ગયા.