આ ક્રિપ્ટો કરન્સીએ વર્ષમાં 51,000 ટકા વળતર આપ્યું, જાણો…

નવી દિલ્હીઃ આ વર્ષે ક્રિપ્ટો માર્કેટમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વિશ્વભરમાં ડિજિટલ ટોકન્સમાં 30 અબજ ડોલરનું મૂડીરોકાણ આવ્યું અને એનું કુલ માર્કેટ કેપ ત્રણ લાખ કરોડ ડોલર સુધી પહોંચી ગયું હતું. દેશમાં પણ આ વર્ષે ક્રિપ્ટો એસેટ્સ છવાયેલી રહી હતી. દેશમાં દોઢ કરોડ રિટેલ રોકાણકારોએ ક્રિપ્ટો કરન્સીઝમાં 6.6 અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે. એમાંથી 90 ટકા રિટેલ ઇન્વેસ્ટર્સથી જોડાયેલા છે.
દેશ સહિત વિશ્વભરમાં ક્રિપ્ટોકરન્સીઝનું ઝનૂન વધી રહ્યું છે. એને કારણે એ બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીઝે રોકાણકારોને મોટું રિટર્ન આપ્યું હતું. વિશ્વની સૌથી મોટી, સૌથી જૂની અને સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઇન આ વર્ષે 70 ટકા રિટર્ન આપ્યું છે. વર્ષના પ્રારંભે એની કિંમત આશરે 29,000 ડોલર હતી, જે હવે 50,000 ડોલરની ઉપર છે. નવેમ્બરના પ્રારંભે એ 68,000 ડોલરને પાર પહોંચી ગઈ હતી.

વિશ્વની બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઇથેરિયમ (Ethereum)એ આ વર્ષે 448 ટકા વળતર આપ્યું હતું. વર્ષના પ્રારંભે 730 ડોલર હતી, જે હવે 4000 ડોલરની ઉપર પહોંચી છે. આ પ્રકારે BNBમાં 1462 ટકા, ADAમાં 650 ટકા, DOTમાં 222 ટકા, SOLમાં 9965 ટકા, ALGOcex 250  ટકા, LUNAમાં 14,849 ટકા, AVAXમાં 3251 ટકા અને MATICમાં 12,800 ટકા તેજી આવી છે.

જોકે Mudrexના આંકડા મુજબ GALAએ આ વર્ષે રિટર્નને બધી કરન્સીને પાછળ રાખી દીધી છે. આ વર્ષે એની કિંમતમાં 51,000 ટકા તેજી આવી છે. આ પ્રકારે Axie Infinity (AXS)એ 19,000 ટકા રિટર્ન આપ્યું છે. The Sandbox (SAND)એ 15,000નું વળતર આપ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા મુજજબ મીમ કોઇન્સ, સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી અને નો- ફંઝિબલ ટોકન્સ (NFT) ટ્રેન્ડમાં છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]