નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને વર્ષ 2022-23 માટેના બજેટમાં ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેન્ક દ્વારા ડિજિટલ રૂપી જારી કરવાની જાહેરાત કરી હતી. નાણાપ્રધાનની આ જાહેરાતે પેમેન્ટ્સ વર્લ્ડને અચંબિત કર્યું હતું. જોકે વિશ્વના મોટા ભાગનાં અર્થતંત્રોએ ડિજિટલ કરન્સીને સત્તાવાર રીતે અપનાવવામાં ખચકાટ અનુભવી રહ્યાં છે, ત્યારે મધ્યસ્થ બેન્ક દ્વારા ડિજિટલ કરન્સી બહાર પાડવાનો કેટલું જોખમી છે?
ડિજિટલ રૂપી આમ તો બેન્કનોટ્સ જેવી છે, પણ એ ATMમાંથી નીકળતી રોકડની તુલનાએ ઊણી ઊતરે છે. ઓનલાઇન ખરીદ-વેચાણ કરી રહેલા વપરાશકર્તા એકાઉન્ટ્સમાંથી જમા રકમથી સ્માર્ટફોન વોલેટથી ઓનલાઇન ખરીદી કરી શકે છે, જે એક રીતે રોકડ વ્યવહાર જ છે.
વિકસિત દેશોમાં મધ્યસ્થ બેન્કો દ્વારા રિટેલમાં ડિજિટલ વ્યવહારો એ કોઈ મોટી વાત નથી, પણ ભારતમાં બેન્કોને એનો એક મોટો લાભ છે, કેમ કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં 21 ભારતીય ધિરાણકર્તા (બેન્કો)ને NPA સંકટને કારણે રોકડ ઉપાડ પર મર્યાદા લાદવા નિયંત્રણો મૂક્યાં છે. વળી, એ ડિજિટલ વ્યવહારોને કારણે ડિઝોઝિટર્સને કોમર્શિયલ બેન્કોના વ્યવહારોથી નુકસાન ઓછું થશે. વળી, પેટીએમ, ગૂગલ પે વગેરેથી દેશમાં વાર્ષિક ધોરણે રૂ. 76 લાખ કરોડના વ્યવહારો થાય છે, જેથી વપરાશકર્તાઓ સુરક્ષિત ડિજિટલ રૂપિયાથી વ્યવહાર કરવામાં સરળતા રહેશે, એમ એક ઇન્ડિયાકોર્પલોના રિસર્ચર ભાર્ગવી ઝવેરે કહ્યું હતું.
પણ એ જોખમી છે, કેમ કે ઇલેક્ટ્રોનિક્સ રોકડ લોકપ્રિય થઈ રહી છે અને RBI મોબાઇલ વોલેટમાં જમા થઈ શકતી રકમની કોઈ મર્યાદા નથી, જેથી નીચા વ્યાજદરે ડિપોઝિટ રાખતી નબળી બેન્કોને બજારમાં ટકી રહેવા માટે ભારે સંઘર્ષ કરવો પડશે. વળી, જો આ ધિરાણકર્તા નુકસાન કરશે તો તેમણે તેમની લોન અસ્ક્યામતોમાં અને નફામાં મોટું નુકસાન ઉઠાવવું પડે એવી શક્યતા છે. કેમ કે એમની બેલેન્સશીટોમાં રોકડની તરલતા ઘટશે, જે એમની બેન્કો ચલાવવાની ક્ષમતા ઘટાડશે.
