મુંબઈઃ રશિયાએ હજી સુધી યુક્રેન પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું હોવાને કારણે સર્જાયેલી આર્થિક અને રાજકીય અનિશ્ચિતતાના માહોલમાં રોકાણકારોનું વલણ મિશ્ર રહ્યું છે. બિટકોઇન મંગળવારે 46,500 ડોલરની ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો.
અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સ ઘટાડો દર્શાવી રહ્યા છે. નાસ્દાક ફ્યુચર્સ અને ડાઉ ફ્યુચર્સ નીચા ટ્રેડ થઈ રહ્યા છે.
એશિયન ટ્રેડમાં બિટકોઇન 46,600 ડોલરની નજીક પહોંચ્યો હતો. ઈથેરિયમ પણ 1 ટકા વધીને 3,500ની આસપાસ હતો. અન્ય મુખ્ય ક્રીપ્ટોકરન્સીમાં વધ-ઘટ જોવા મળી હતી. ટેસ્લાના સ્થાપક એલન મસ્કે ટ્વિટરમાં 9.2 ટકા હિસ્સો ખરીદ્યો તેને પગલે એમના માનીતા ડોઝકોઇનમાં ભાવ લગભગ 6 ટકા વધી ગયો છે. સોલાનામાં ત્રણેક ટકાનો ઘટાડો નોંધાયો હતો.
દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.51 ટકા (1,044 પોઇન્ટ) વધીને 70,098 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 69,029 ખૂલીને 70,116 સુધીની ઉપલી અને 67,663 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
69,029 પોઇન્ટ | 70,116 પોઇન્ટ | 67,663 પોઇન્ટ | 70,098
પોઇન્ટ |
ડેટાનો સમયઃ 5-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |