IC15 ઇન્ડેક્સમાં 2.84 ટકાનો ઘટાડો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો ક્ષણજીવી નીવડ્યો છે અને બિટકોઇનમાં ફરીથી વેચવાલી આવતાં ભાવમાં ઘટાડો થયો છે. ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો કરવાનું વલણ સ્પષ્ટ કરી દીધું તેને પગલે મોટાભાગની ક્રીપ્ટોકરન્સીના ભાવ તૂટ્યા છે. સ્ટેબલકોઇનમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો છે. રોકાણકારોએ પોતાનાં ક્રીપ્ટોકરન્સીનાં જોખમોને સ્ટેબલકોઇનમાં હેજ કર્યાં છે.

ચોવીસ કલાકના ગાળામાં બિટકોઇન 3.2 ટકાના ઘટાડા સાથે 36,500ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે એથેરિયમનો ભાવ 2 ટકા ઘટીને 2,400ની નજીક પહોંચ્યો હતો.

દરમિયાન, રિપલ લૅબે 200 મિલ્યન ડૉલરના સ્ટૉક્સનું બાયબૅક કરવાની જાહેરાત કરી છે અને રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને ક્રીપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ બાબતે પુનઃ વિચાર કરવાનો રશિયન કેન્દ્રીય બૅન્કને નિર્દેશ કર્યો છે.

ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રીપ્ટોકરન્સીનો વિશ્વનો પ્રથમ ઇન્ડેક્સ – આઇસી15 2.84 ટકા (1,541.04 પોઇન્ટ) ઘટીને 52,663.08 પોઇન્ટ બંધ રહ્યો હતો. આઇસી15 ઇન્ડેક્સ 54,204 ખૂલ્યા બાદ ઉપરમાં 56,488 અને નીચામાં 51,161 પોઇન્ટ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ
ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
54,204 પોઇન્ટ 56,488 પોઇન્ટ 51,161 પોઇન્ટ 52,663 પોઇન્ટ

ડેટાનો સમયઃ 27-1-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)