નવી-સિસ્ટમ લાગુ થતાં ચેક 24-કલાકમાં ક્લિયર થશે

નવી દિલ્હીઃ  રિઝર્વ બેંકે તમામ બેંકોને 30 સપ્ટેમ્બર સુધીમાં તેમની તમામ બ્રાંચમાં ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS)ને લાગુ કરવા માટે આદેશ કર્યો છે. હાલમા 18,000 શાખાઓમાં આ સુવિધા નથી. રિઝર્વ બેન્ક ચેક દ્વારા થતા વ્યવહારને સુરક્ષિત અને ઝડપી બનાવવા માટે નવા ઉપાયો અપનાવી રહી છે. ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ (CTS) ચેકને ક્લિયર કરવાની એક પ્રક્રિયા છે. ચેક ટ્રંકેશન સિસ્ટમ ચેક ક્લિયર કરવાની બહુ સરળ પ્રક્રિયા છે. જ્યાં ચેક ક્લિયર કરવા માટે એનો ઇલેક્ટ્રોનિક ફોટા દ્વારા અદાકર્તા શાખાને મોકલવામાં આવે છે. આ સિસ્ટમને લાગુ કર્યા બાદ ચેક ક્લિયરન્સ ઝડપી બનશે અને કામ ઝડપથી પૂરું થશે.

રિઝર્વ બેન્કે ચેક ટ્રંકેશન સિસ્ટમ વર્ષ 2010થી શરૂ થઈ હતી, પરંતુ અત્યાર સુધી માત્ર 1,50,000 બ્રાંચમાં લાગુ થઈ શકી હતી. જેથી હવે RBIએ તમામ બેંકોના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરને સર્ક્યુલર જાહેર કરીને કહ્યું છે કે  બેંકોની ઘણી બ્રાંચોએ કોઈ પણ પ્રકારની ઔપચારિક ક્લિયરન્સ સિસ્ટમથી દૂર રાખવામાં આવી છે. તેના કારણે તેમના ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે સમય વધારે લાગે છે અને ચેક કલેક્શનમાં ચાર્જ પણ વધારે આવે છે. તેને ધ્યાનમાં રાખીને તમામ બ્રાંચોમાં ઇમેજ આધારિત CTS 30 સપ્ટેમ્બર 2021 સુધી લાગુ કરવામાં આવે.’

રિઝર્વ બેન્કની  ચેક ટ્રંકેશન સિસ્ટમ ચેકને ક્લિયર કરવાની એક પ્રકિયા છે. તેમાં જાહેર કરવામાં આવેલા ફિઝિકલ ચેક માટે એક બેંકથી બીજી બેંકમાં જવાની જરૂર રહેશે નહીં, પરંતુ ચેકના ફોટાને લઈને તેને ક્લિયર કરવામાં આવે છે. હકીકતમાં જૂની વ્યવસ્થામાં ચેક જે બેંકમાં રજૂ કરવામાં આવે છે, ત્યાંથી એ બેંક બ્રાંચમાં મોકલવામાં આવે છે. આ પ્રકારે તેને ક્લિયર થવામાં સમય લાગે છે. ​​​​​​​