નવી દિલ્હીઃ ટાટા મોટર્સની પ્રથમ ઈલેકટ્રોનિક કાર Tigor લોન્ચ થઈ ગઈ છે. આ બે વેરિએન્ટ XM અને XT માં ઉપલબ્ધ રહેશે. આના XM વેરિએન્ટની કીંમત 9.9 લાખ રુપિયા છે, જ્યારે XT વેરિએન્ટની કીંમત 10.9 લાખ રુપિયા છે. આ કારની ખરીદી પર ટાટા દ્વારા ફેમ-2 સ્કીમ અંતર્ગત 1.62 લાખ રુપિયાની સબસિડી આપવામાં આવશે. સબસિડી વગર આ કારની કીંમત 11.61 લાખ અને 11.71 લાખ રુપિયા હશે. આ કાર વ્હાઈટ, બ્લ્યુ, અને સિલ્વરમાં ઉપલબ્ધ રહેશે.
ટાટા ટિગોર કંપનીનું એન્ટ્રી લેવલ હેચબેક કાર હશે. આમાં 16.2 KWH બેટરી ઈનબિલ્ડ હશે, જે ફુલ ચાર્જ કર્યા બાદ 142 કિલોમીટર સુધીનું માઈલેજ આપશે. આ કાર 6 કલાકમાં 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. તો 15KW ના ફાસ્ટ ચાર્જરથી આ કાર 90 મીનિટમાં 80 ટકા સુધી ચાર્જ થઈ જશે. કંપની દ્વારા આ કારની ખરીદી પર બેટરી પેક સાથે કાર પર ત્રણ વર્ષ અથવા 1.25 લાખ કીમીની વોરન્ટી આપી રહી છે.
ટિગોર ઈવીમાં 72V, 3 ફેઝ વાળી ઈન્ડક્શન મોટર પણ મળશે, જે 4500 આરપીએમ પર 40 બીએચપી અને 2500 આરપીએમ પર 105 એનએમનો ટોર્ક આપશે. તો તેમાં સિંગલ સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશન મળશે. ટાટા મોટર્સનો દાવો છે કે ટિગોર 12 સેકન્ડમાં 0 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે.
આ કારની ટોપ સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાક છે. કારનું કુલ વજન 1516 કિલોગ્રામ છે. ઈલેકટ્રિક મોટરને 16.2 KWH બેટરીનો પાવર આપશે, જે એકવાર ફૂલ ચાર્જ થવા પર 142 કિલોમીટરની સુધી ચાલશે.