સેબીએ મ્યૂચ્યુઅલ ફંડ અને શેર ગીરવી રાખવાના નિયમોમાં સુધારા જાહેર કર્યાં

નવી દિલ્હી- બજાર નિયામક સેબીની આજે મળેલી બેઠક બાદ કેટલાંક મહત્વપૂર્ણ સુધારાઓની જાહેરાત કરાઈ છે. સેબીના ચેરમેન અજય ત્યાગીએ કહ્યું કે, તમામ મોર્ચા પર અમલમાં સુધારાની જરૂર છે. સેબીની બેઠકમાં પ્રમોટર્સ દ્વારા ગિરવે મુકાયેલા શેરહોલ્ડિંગ, લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ, રોયલ્ટી પેમેન્ટ, ક્રેડિટ રેટિંગ ફર્મ્સ અંગે મહત્વના નિર્ણયો લેવાયાં છે.

કંપનીના પ્રમોટર્સના પ્લેજ્ડ શેરના ડિસ્ક્લોઝર સંબંધિત નિયમો વધુ આકરાં બનાવ્યાં છે. આ ઉપરાંત ફિફરેન્શિયલ વોટિંગ રાઇટ્સ (DVR) અંગેના નિયમો જાહેર કર્યાં છે.  કંપનો પર રોયલ્ટી પેમેન્ટ્સ નિયમો લાગુ કર્યા અને લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં સેક્ટોરલ કેપમાં પણ ઘટાડો કર્યો છે.

સેબીના ચીફ અજય ત્યાગીએ જણાવ્યું કે નવા નિયમો હેઠળ ઓડિટરની માટે પણ કોઇ પણ અઘોષિત ગરબડની માહિતી આપવી ફરજિયાત રહેશે. આ મામલે કંપનીઓ મ્યુ. ફંડો સાથે સ્ટેન્ડસ્ટિલ એગ્રિમેન્ટ કરી શકશે નહીં. સ્ટેન્ડસ્ટીલ એગ્રિમેન્ટ કરનાર મ્યુચ્યુઅલ ફંડ્સ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. સેબીએ ભારપૂર્વક જણાવ્યું કે, કેટલીક રેટિંગ એજન્સીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

લિક્વિડ MF દ્વારા સેક્ટોરિયલ રોકાણની લિમિટ ઘટાડી  માર્કેટ રેગ્યુલટેરી સેબીએ લિક્વિડ મ્યુ.ફંડ્સ દ્વારા કોઇ પણ સેક્ટોરિયલ એસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટની લિમિટે જે હાલ 25 ટકા છે તે ઘટાડીને 20 ટકા કરી છે. આ ઉપરાંત આવા પ્રકારની સ્કિમોએ તેમનું ઓછામાં ઓછું 20 ટકા રોકાણ સરકારી જામીનગીરીઓ ગિલ્ટ્સ જેવી લિક્વિટી એસેટ્સમાં રાખવું પડશે.

લિક્વિડ મ્યુ. ફંડ્સ સામાન્ય રીતે મની માર્કેટ અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. તેમનો ઉદ્દેશ્ય ઓછા જોખમ અને લિક્વિડિટીના ઉંચા લેવલની સાથે સારું રિટર્ન મેળવવાનું હોય છે.  ઓડિટરોએ પ્લેજ્ડ શેરની માહિતી આપવી પડશે મહદઅંશ સુધી બંકો માટે નિર્ધારિત સ્ટેચ્યુરિટી લિક્વિડિટી રેશિયો (SLR) શરતની સમકક્ષ હશે. જ્યાં લેન્ડર્સે પોતાની મૂડીનો એક ચોક્કસ ભાગનું સરકારી બોન્ડમાં રોકાણ કરવું પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]