નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ કમજોર માંગને લઈને ફેબ્રુઆરીમાં પોતાનું ઉત્પાદન 8 ટકા જેટલું ઘટાડી દીધું છે. કંપનીએ શેરબજારને મોકલેલી સૂચનામાં કહ્યું છે કે મારુતિએ ફેબ્રુઆરીમાં સુપરે કેરી એલસીવી સહિત કુલ 1,48,959 વાહનોનું ઉત્પાદન કર્યું, જે ગત વર્ષના આ જ મહિનાની ઉત્પાદનની સરખામણીએ 8.3 ટકા જેટલું ઓછું છે.
કંપનીની કાર જેવીકે અલ્ટો, સ્વિફ્ટ ડિઝાયર, અને વિટરા બ્રેઝાનું ઉત્પાદન ફેબ્રુઆરીમાં 8.4 ટકા ઘટીને 1,47,550 યુનિટ પર આવી ગયું છે, જે ફેબ્રુઆરી 2018માં 1,61,116 યુનિટ હતું.
જો કે ગત મહીને કંપનીની વેન ઈકો, ઓમનીનું ઉત્પાદન 22.1 ટકા વધીને 16,898 યુનિટ પર પહોંચી ગયું જે ગત વર્ષના આજ મહિનામાં 13,827 યુનિટ હતું. આ દરમિયાન સુપર કેરી એલસીવીનું ઉત્પાદન માત્ર 1 યુનિટ વધુ છે.
આ મામલે સંપર્ક કરવા પર કંપનીએ ઉત્પાદનમાં ઘટાડાનું કારણ ન જણાવ્યું. જાન્યુઆરીમાં મારુતિ સુઝુકીએ કુલ 1,83,064 વાહનોનું ઉત્પાદન કર્યું, જે જાન્યુઆરી 2018 ના મુકાબલે 15.6 ટકા વધારે રહ્યું. જાન્યુઆરીમાં યાત્રી વાહનોનું ઉત્પાદન 14.3 ટકા વૃદ્ધિ સાથે 1,78,459 યુનિટ રહ્યું હતું જે, એક વર્ષ પહેલાના આ જ મહિનામાં 1,56,168 યુનિટ હતું.