20 દિવસમાં ભારતમાં 5G લોન્ચ કરવા અમે સક્ષમ, લીલી ઝંડીની રાહ…

નવી દિલ્હી- હાલના સમયે ભારતના ટેલિકોમ ઓપરેટરો 5G ઈન્ટરનેટ સ્પીડને રોલઆઉટ્સ કરવા માટેની તૈયારી કરી રહ્યાં છે, ત્યારે હ્યુઆવેઇ ઈન્ડિયાએ આજે કહ્યું કે, અમે 5G ને ભારતના બજારમાં લોન્ચ કરવા તૈયાર છીએ, એકવાર લીલીઝંડી આપવામાં આવે તો, 20 દિવસમાં અમે 5G ભારતમાં લોન્ચ કરી શકીએ તેમ છીએ.

ઈન્ડિયા મોબાઈલ કોન્કલેવમાં હ્યુઆવેઇ ઈન્ડિયાના CEO જય ચેને કહ્યું કે, અમે ભારતીય માર્કેટ માટે પ્રતિબદ્ધ છીએ, અને ભારતીય બજારમાં 5G ઈન્ટરનેટ ઝડપી, સલામત અને સ્માર્ટ રીતે લોન્ચ કરવામાં સર્વિસ પ્રોવાઈડર્સ અને એન્ટરપ્રાઈસીસ સાથે કામ કરવામાં ખુશી થશે.

ચેને વધુમાં કહ્યું કે, ડિજિટલ અર્થવ્યવસ્થાના મુખ્ય પાસાઓને ડિજિટલ કરવાની દિશામાં સરકારની પ્રતિબદ્ધતાથી ભારતની ડિજિટલ ઈકોનોમિ તીવ્ર ગતિથી આગળ વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના બજારમાં રજૂ કરવામાં આવેલા લગભગ દરેક નવા ઈનોવેશન હ્યુઆવેઇ દ્વારા કરવામાં આવ્યા છે. MIMO એક શબ્દ છે, જેને અમે 5 વર્ષ પહેલા ભારતમાં રજૂ કર્યો હતો.

હ્યુઆવેઇ 5G માર્કેટમાં એક વૈશ્વિક લીડર છે, અત્યાર સુધીમાં તેની પાસે વિશ્વ સ્તર પર 30 5G કોમર્શિયલ કોન્ટ્રાક્ટ છે. હ્યુઆવેઇ એક વૈશ્વિક ICT પ્લેયર છે, અને 3GPPમાં તેમનું સૌથી વધુ યોગદાન છે. કંપનીએ અગાઉ કહ્યું હતું કે, તે સાયબર સુરક્ષા સહિત સોફ્ટવેર એન્જિનિયરિંગ ક્ષમતાઓમાં સુધારા માટે 5 વર્ષમાં 2 બિલિયન ડોલરનું રોકાણ કરશે.

ભારત જેવી ઉભરતી ડિજિટલ ઈકોનોમી માટે 5જીની ક્ષમતા પર વિસ્તારથી વાત કરતા ચેને કહ્યું કે, 5જી વીજળીની જેમ છે, જે તમામ ઉદ્યોગોને સક્ષમ કરશે અને નેશનલ ડિજિટલ કોમ્યુનિકેશન પોલિસી (NDCP)  દ્વારા સ્થાપિત કરેલ ડિજિટલ મિશન અને લક્ષ્યોને સમજવામાં મદદ કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]