મુંબઈ તા.8 નવેમ્બર, 2021: ‘સેબી’એ 1 જાન્યુઆરી 2022થી ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલ દાખલ કરવાની મંજૂરી સ્ટોક એક્સચેન્જીસને આપી હતી એ મુજબ હવે બજારની માળખાગત સંસ્થાઓ (સ્ટોક એક્સચેન્જીસ, ક્લિયરિંગ કોર્પોરેશન્સ અને ડિપોઝિટર્સ)એ મળી ઈક્વિટી બજારમાં ટી પ્લસ વન સેટલમેન્ટ દાખલ કરવા માટેની યોજના જાહેર કરી છે.
ટી પ્લસ વન સેટલમેન્ટ તબક્કાવાર દાખલ કરવામાં આવશે અને તેનો પ્રારંભ 25 ફેબ્રુઆરીથી નીચે જણાવ્યા પ્રમાણે કરવામાં આવશેઃ
1) બધાં સ્ટોક એક્સચેન્જીસમાં લિસ્ટેડ સ્ટોક્સને ઓક્ટોબર 2021ના મહિનાના ઊતરતા ક્રમમાં દૈનિક માર્કેટ કેપિટલાઈઝેશન પ્રમાણે રેન્ક આપવામાં આવશે.
2) જ્યાં શેર એકથી અધિક એક્સચેન્જીસમાં લિસ્ટેડ હોય તો સ્ટોકની માર્કેટ કેપિટલાઈઝેશનની ગણતરી જે એક્સચેન્જમાં સૌથી અધિક ટ્રેડિંગ વોલ્યુમ ઉપર જણાવેલા સમયે હશે તેના આધારે ગણવામાં આવશે.
3) જે શેરો જે એક્સચેન્જમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ હશે તેની યાદી બધાં એક્સચેન્જીસની વેબસાઈટ પર પબ્લિશ કરવામાં આવશે.
4) ઉપર જણાવ્યા પ્રમાણેનું રેન્કિંગ ધરાવતા નીચલા 100 શેર્સ 25 ફેબ્રુઆરી, 2022થી ટી પ્લસ વન સેટલમેન્ટ ધોરણે ટ્રેડ માટે ઉપલબ્ધ થશે.
5) એ પછી માર્ચ, 2022થી પ્રત્યેક મહિનાના છેલ્લા શુક્રવારે ઉપર જણાવ્યા પ્રમાણેના રેન્ક કરાયેલા શેરોની યાદીના તળિયાના 500 શેર્સ ટી પ્લસ વન સેટલમેન્ટ માટે ઉપલબ્ધ રહેશે. જો શુક્રવારે રજા હશે તો તે પછીના કામકાજના દિવસથી ટી પ્લસ વન સાઈકલ દાખલ કરાશે.
6) કોઈ નવા શેર ઓક્ટોબર 2021 પછી લિસ્ટ થાય તો તેનું માર્કેટ કેપિટલાઈઝેશન ટ્રેડિંગ શરૂ થયાના 30 દિવસની કિંમતની સરાસરીને આધારે ઉપર પ્રમાણે નક્કી કરવામાં આવશે. જો સ્ટોક (માર્કેટ કેપિટલાઈઝેશનની દૃષ્ટિએ) એ જ શ્રેણીમાં આવતો હશે કે જેને ટી પ્લસ વન સાઈકલ લાગુ પડતી હશે તો તેનો સમાવેશ પણ એ જ યાદીમાં આગામી મહિનાના છેલ્લા શુક્રવારની સેટલમેન્ટ સાઈકલમાં કરવામાં આવશે.
7) ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ, કોર્પોરેટ એક્શન અથવા અન્ય કારણથી નવા શેર લિસ્ટેડ થાય તો તેને પોઈન્ટ 6માં જણાવ્યા પ્રમાણે હેન્ડલ કરવામાં આવશે અને તેનું ટી પ્લસ વન સાઈકલ ધોરણે ક્યારથી ટ્રેડિંગ શરૂ થશે તેની તારીખ પણ સંયુક્તપણે જાહેર કરવામાં આવશે.
8)પ્રેફરન્સ શેર્સ, વોરન્ટ્સ, રાઈટ શેર્સ, પાર્ટલી પેઈડ શેર્સ અને ડિફરન્સિયલ વોટિંગ રાઈટ્સ હેઠળ ઈશ્યુ કરાયેલી સિક્યુરિટીઝને પેરેન્ટ કંપનીના શેર્સના ટી પ્લસ વન સાઈકલ સાથે જ સંક્રમિત કરવામાં આવશે.
9) ઈક્વિટી સેગમેન્ટમાં લિસ્ટેડ અન્ય બધા પ્રકારની સિક્યુરિટીઝ, જેવીકે ક્લોઝ એન્ડેડ મ્યુત્યુઅલ ફંડ સ્કીમ્સ, ડેટ સિક્યુરિટીઝ, સોવેરીન ગોલ્ડ બોન્ડ્સ વગેરે ઉપરોક્ત પોઈન્ટ 6માં દર્શાવ્યા પ્રમાણેના ટી પ્લસ વન સાઈકલના છેલ્લા નિર્ધારિત બેચ સાથે ટી પ્લસ વન સાઈકલ હેઠળ લઈ જવામાં આવશે.