નવી દિલ્હી- વિદેશી મુદ્રા ભંડારના મોર્ચે એક ખુશીના સમાચાર છે. 19 જૂલાઈના રોજ પૂર્ણ થતાં સપ્તાહમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 1.578 અબજ ડોલરના વધારા શાથે 430.76 અબજ ડોલરના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. આ પહેલાં 12 જૂલાઈના રોજ સમાપ્ત થતાં સપ્તાહમાં ફોરેક્સ 1.11 અબજ ડોલરના ઘટાડા સાથે 428.80 અબજ ડોલર રહ્યું હતું.
13 એપ્રિલ 2018ના રોજ ફોરેક્સ 426.02 અબજ ડોલર સુધી પહોંચ્યું હતું, જે સમગ્ર એક વર્ષથી વધુ સમય સુધી રેકોર્ડ રહ્યો. એ જોતાં દેશના વર્તમાન ફોરેક્સથી 10 મહિનાથી વધુ સમય સુધી દેશનો આયાત ખર્ચ ચાલી શકે તેમ છે.
આરબીઆઈના આંકડાઓ અનુસાર 19 જૂલાઈ 2019ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા સંપત્તિ, વિદેશી મુદ્રા ભંડારનો એક પ્રમુખ ઘટક, 1.393 અબજ ડોલરના વધારા સાથે 401.091 અબજ ડોલર રહ્યું છે. જેથી ફોરેક્સ રિઝર્વ પર સકારાત્મક અસર પડી.
આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર દેશનું સુવર્ણ ભંડાર24.304 અબજ ડોલર પર યથાવત રહ્યું છે. તો બીજી તરફ વિદેશી નિકાસ અધિકા (SDR) 33 લાખ ડોલરના ઘટાડા સાથે 1.447 અબજ ડોલર અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ની સાથે આરબીઆઈની આરક્ષિત સ્થિતિ 18.86 કરોડ ડોલર વધીને 3.533 અબજ ડોલર રહી છે.