પીયૂષ ગોયલના સંસદમાં નિવેદનથી યાત્રીઓ માટે રાહતના સમાચાર…

નવી દિલ્હીઃ પીયૂષ ગોયલે કહ્યું કે કે અત્યારે ડીઝલની વધેલી કીંમતોના કારણે રેલનું ભાડું વધારવાની કોઈ યોજના નથી. રેલવે દ્વારા ડીઝલની ખપતમાં વર્ષોથી કમી આવી રહી છે, કારણ કે આ ઈલેક્ટ્રિક ટ્રાંઝેક્શન બાજુ વધી રહ્યું છે અને 2022 સુધી 100 ટકા વિદ્યુતીકરણની યોજના છે. એટલે કે 2022 સુધી ભારતીય રેલવે પૂર્ણ રીતે ઈલેકટ્રિક પર નિર્ભર થઈ જશે.

હકીકતમાં રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસ નેતા બી.કે. હરિપ્રસાદે રેલ પ્રધાન પાસેથી જવાબ માંગ્યો કે પેટ્રોલિયમ ઉત્પાદનોની અસ્થિરતાની અસર યાત્રી અને માલ ભાડા પર થશે કે નહી? તેમણે કહ્યું કે અત્યારે ડીઝલની વધેલી કીંમતોના કારણે રેલનું ભાડુ વધારવાની કોઈ યોજના નથી.

આ મહિનાની શરુઆતમાં બજેટ રજૂ કરતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર એક રુપિયાનું ઉત્પાદ શુલ્ક અને સેસ વધારવાનો પ્રસ્તાવ આપ્યો હતો. રેલવે દેશમાં ડીઝલનું ત્રીજું સૌથી મોટું ઉપભોક્તા છે, પરંતુ તે તેજીથી ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યું છે. દેશમાં ડીઝલનો ઉપયોગ કરવામાં રેલવે ત્રીજા નંબર પર છે.