મુંબઈ તા.16 માર્ચ, 2020: આજથી બીએસઈના એસએમઈ પ્લેટફોર્મ પર 319મી કંપની એસએમ ઓટો સ્ટેમ્પિંગ લિમિટેડ લિસ્ટ થઈ છે.
એસએમ ઓટો સ્ટેમ્પિંગ લિમિટેડે તેના રૂ.10ની મૂળ કિંમતના 38.40 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.18ના ભાવે મળીને કુલ રૂ.691.20 લાખના શેર્સ ઓફર કર્યા હતા. કંપનીએ 5 માર્ચ, 2020ના રોજ સફળતાપૂર્વક તેનો પબ્લિક ઈશ્યુ પાર પાર પાડ્યો હતો.
એસએમ સ્ટેમ્પિંગ લિમિટેડ મહારાષ્ટ્રસ્થિત કંપની છે, જેની હેડ ઓફિસ નાશિક ખાતે છે. કંપની ઓટો કંપોનન્ટ્સનું ઉત્પાદન કરે છે, જેમાં ક્લચીસ, બ્રેક્સ, એન્જિન્સ માઉન્ટિંગ્સ, ચેસિસ, શાફ્ટ ડ્રાઈવ, બોડી ટ્રિમ્સ, બેરિંગ્સ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રોડક્ટ્સનો વપરાશ પેસેન્જર કાર્સ, કમર્શિયલ વેહિકલ્સ અને ટ્રેક્ટર્સમાં થાય છે. કંપનીનાં ડીપ ડ્રાઉન અને કંટ્રોલ પેનલ્સ કંપોનન્ટ્સનો વપરાશ ઈલેક્ટ્રિક ઉદ્યોગમાં પણ થાય છે.
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 319 કંપનીઓ લિસ્ટેડ છે, જેમણે બજારમાંથી રૂ. 3,311.13 કરોડ એકત્ર કર્યા છે. આ કંપનીઓનું અત્યારે કુલ માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.16,289.79 કરોડ છે. આ ક્ષેત્રે બીએસઈ 60 ટકા બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે.