નવી દિલ્હી- નોકરી પછી દરેક માણસને પૈસાની જરૂરિયાત હોય છે, કારણ કે એ ત્યારે જ ખર્ચ કરી શકશે કે જ્યારે તેની પાસે આવક આવતી હશે. નોકરી પૂરી કર્યા પછી દરેક જણ એવું ઈચ્છે છે કે તેની પાસે પૈસા આવતાં રહે અને તેની જિંદગી સરળતાથી શાંતિથી પસાર થાય. જો આપ પણ એમ ઈચ્છો છો તો બચત અને રોકાણના કેટલાક વિકલ્પો છે, જેની મદદથી આપ રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી શકો છો. અહીં અમે આપના માટે એવા ચાર વિકલ્પોની જાણકારી આપી રહ્યાં છીએ.
(1) નેશનલ પેન્શન સિસ્ટમ(એનપીએસ)
નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કરીને આપ આવકવેરા કાયદાની કલમ 80સી અનુસાર 1.5 લાખ રૂપિયા સુધીની મુક્તિ મર્યાદાનો લાભ લઈ શકો છો. આમાં 6 અલગઅલગ ફંડમાં રોકાણ કરી શકાય છે. તેમાં વાર્ષિક ઓછામાં ઓછું રૂપિયા 6000નું રોકાણ કરી શકાય છે અને તેમાં રોકાણની ઉપરની કોઈ મર્યાદા નથી.
(2) ઈપીએફ
ઈપીએફ રિટાયરમેન્ટ માટે એક સારી બચત યોજના છે. આપને જણાવી દઈએ કે પગારમાંથી 12 ટકા રકમ ઈપીએફમાં જમા થાય છે. તેનો વ્યાજ દર 8.65 ટકા છે. જો કે પગારદારો તેનો ફાયદો ઉઠાવી શકે છે.
(3) પીપીએફ
નાણાંની બચત માટે પીપીએફ સૌથી સારો વિકલ્પ છે. જેમાં પૈસા જમા કરવા પર વ્યાજ મળતું રહે છે. જો આપ ડેટમાં રોકાણ કરવા માગતાં હોવ તો પણ કરી શકો છો, પીપીએફ એક સૌથી સારો વિકલ્પ છે. તેનું વ્યાજ સંપૂર્ણ ટેક્સ ફ્રી છે. આપ બેંક અને પોસ્ટ ઓફિસમાં પીપીએફ ખાતું ખોલાવી શકો છો.
(4) રીયલ એસ્ટેટ
રિટાયરમેન્ટ માટે રોકાણ યોજનામાં આપ માટે રીયલ એસ્ટેટમાં રોકાણ એ પણ સારો વિકલ્પ છે. રિટાયરમેન્ટ પછી પ્રોપર્ટી ભાડેપટ્ટે આપીને તેમાંથી આપ નિયમિત રીતે આવક પ્રાપ્ત કરી શકો છો. આ રોકાણ રિટાયરમેન્ટની પહેલાં અને રિટાયરમેન્ટ પછી કરી શકો છો.