રેટિંગ એજન્સી મૂડીઝનો મૂડ ફર્યોઃ ભારતનું રેટીંગ નકારાત્મક

નવી દિલ્હીઃ મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ભારતના રેટિંગમાં ફેરફાર કર્યો છે. મૂડીઝે ભારતનું રેટિંગ ‘સ્થિર’થી બદલીને ‘નકારાત્મક’ કરી દીધું છે. એજન્સીએ કહ્યું કે આર્થિક વિકાસ પહેલાં કરતાંય ઘણો ઓછો રહેવાની ધારણા છે. રેટિંગ એજન્સીએ ભારત માટે BAA 2 વિદેશી ચલણ અને સ્થાનિક ચલણ રેટિંગ્સની પુષ્ટિ કરી છે.

રેટિંગ એજન્સીએ પોતાના નિવેદનમાં કહ્યું  કે, “રેટિંગ ડાઉનગ્રેડ કરવાનો નિર્ણય એ આર્થિક વૃદ્ધિનું જોખમ પહેલાં અનુમાન કરતાં ઘણું ઓછું અનુમાન બતાવે છે. વર્તમાન રેટિંગ્સ લાંબા સમયથી ચાલી રહ્યું છે અને મૂડીઝના અગાઉના અનુમાન અનુસાર છે. સંસ્થાકીય નબળાઇ સાથેના વ્યવહારમાં સરકાર અને નીતિની અસરમાં ઘટાડો થયો છે જેના કારણે દેવાનો ભાર પહેલેથી જ ઉચ્ચ સ્તરે પહોંચેલો છે, તે ધીમેધીમે હજી વધી શકે છે.”

નોંધનીય છે કે અગાઉ આઇએમએફએ તેના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં 2019 માટે ભારતનો આર્થિક વિકાસ દર 6.1 ટકા રહેવાની આગાહી કરી હતી. જો કે, તેને આશા છે કે 2020માં તેમાં સુધારો થશે અને ત્યારબાદ દેશનો આર્થિક વિકાસ દર સાત ટકા રહેશે.

એ દર ભારતના 2018માં થયેલાં વાસ્તવિક આર્થિક વિકાસ દર 6.8 ટકાથી ઓછો છે. અગાઉ વર્લ્ડ બેંકે પણ તેના દક્ષિણ એશિયાના આર્થિક સર્વેક્ષણના અહેવાલમાં 2019 માટે ભારતનો આર્થિક વિકાસ દર ઘટીને છ ટકા રહેવાની આગાહી કરી હતી. જે 2018માં 6.9 ટકા રહ્યો હતો

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]