5G સ્પેક્ટ્રમના નિયમો કિંમતોમાં અનિશ્ચિતતા પેદા કરશેઃ ટેક કંપનીઓ

નવી દિલ્હીઃ દૈશની અગ્રણી ટેક કંપનીઓએ ટેલિકોમ વિભાગ (DoT)ને પત્ર લખીને કહ્યું હતું કે ખાનગી નેટવર્કના અને 5G સ્પેક્ટ્રમની સીધી ફાળવણીના નવા નિયમો એરવેવ્ઝના અંતિમ કિંમતોમાં નવી અનિશ્ચિતતા પેદા કરશે. આ અનિશ્ચિતતા એ સ્પેક્ટ્રમના મૂલ્ય નિર્ધારણ સંબંધે છે- જે અસ્પષ્ટ છે કે સ્પેક્ટ્રમ ચાર્જ વગર છે કે ચાર્જવાળા છે અને જો ચાર્જવાળાથી તો એના પર ચાર્જ ક્યારે લાગશે અને કેટલો લાગશે? એમ બ્રોડબેન્ડ ઇન્ડિયા ફોરમ (BIF)ના પ્રમુખ TV રામચંદ્રને લખેલા પત્રમાં જણાવ્યું હતું.  

BIFના મુખ્ય સભ્યોમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, સિસ્કો, એમેઝોન, ગૂગલ. માઇક્રોસોફ્ટ, ફેસબુકની માલિકીની મેટા, ક્વાલકોમ અને ઇન્ટેલ સહિત અન્ય કંપનીઓ સામેલ છે.

ખાનગી કંપનીઓના નેટવર્ક પર DoTના નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે સરકાર સ્પેક્ટ્રમ ફાળવણી માટે કંપનીએ અરજી માટે રૂ. 50,000 નોન-રિફન્ડેબલ ચૂકવવાના રહેશે અને કંપનીઓને 5G નેટવર્કના માળખું તૈયાર કરવા માટે 10 વર્ષની રિન્યુએબલ પરમિટ આપવામાં આવશે. આ નિયમ્ મુજબ કંપનીઓ ટેલિકોમ ક્ષેત્રે પ્રવેશ કરવા માટે કોઈ પણ જાતની પ્રવેશ ફી કે લાઇસન્સ ફી ચૂકવવાની રહેશે. નિયમો એમ કહે છે કે કંપનીઓએ લાઇસન્સ ફી તરીકે કોઈ ચુકવણી કરવાની નથી.

BIFએ ખાનગી નેટવર્ક માટેના આ પ્રકારના સ્પેક્ટ્રમની કિંમતોની નિર્ધારણ વિશે અનિશ્ચિતતાઓને લાલ ઝંડી દેખાડી હતી, કેમ કે સરકાર કહ્યું હતું કે કંપનીઓને સ્પેક્ટ્રમની સીધી ફાળવણી DoT દ્વારા અભ્યાસ કરવામાં આવ્યા પછી જ અને કંપનીઓના સ્કોર પછી આ ક્ષેત્રના નિયામકના મતને કરવામાં આવશે.