નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન અત્યારસુધી ભારતમાં 20,000 કરોડ રુપિયાના ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સની ચોરી થઈ છે. આમાં 10 હજાર કરોડ રુપિયાની રિકવરી કરી લેવામાં આવી છે. Central Board of Indirect Taxes and Customs Member ના સભ્ય જોન જોસેફે આ જાણકારી આપતા કહ્યું કે ટેક્સ અધિકારીઓએ 1500 કરોડ રુપિયાના નકલી બિલ પકડ્યાં છે. આ બિલોનો ઉપયોગ 75 કરોડ રુપિયાના ગેરકાયદેસર જીએસટી ક્રેડિટને ક્લેમ કરવામાં માટે કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે આમાં 25 કરોડ રુપિયા રિકવર કરવામાં આવ્યા છે અને બાકીના પૈસા આગામી સમયમાં થશે.
તેમણે કહ્યું કે માત્ર 5 થી 10 ટકા બિઝનેસ ખોટા હોય છે પરંતુ આનાથી આખી ઈન્ડસ્ટ્રીનું નામ ખરાબ થાય છે. તેમણે કહ્યું કે સરકાર એવા પગલા ભરી રહી છે જેનાથી એ સુનિશ્ચિત કરવામાં આવી શકે કે લોકો ઈમાનદારીથી ટેક્સ ભરી રહ્યા છે અને જે લોકો ચોરી કરે છે તેમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી શકે.
થોડા સમય પહેલા જ જીએસટી કાઉન્સિલે નિર્માણાધીન એપાર્ટમેન્ટ્સ પર જીએસટી દર 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા અને અફોર્ડેબલ હાઉસિંગ પર જીએસટી દર 8 ટકાથી ઘટાડીને એક ટકા કરી દીધો છે. જો કે બિલ્ડર્સ ઘરોના નિર્માણમાં લાગનારા સ્ટીલ અને સીમેન્ટ જેવા ઉત્પાદનો પર આપવામાં આવેલા ટ્કેસ પર ક્રેડિટ ક્લેમ નહી કરી શકે. જોસેફે જણાવ્યું કે ડિપાર્ટમેન્ટ જલ્દી જ રિયલ એસ્ટેટ સેક્ટરના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે અને જીએસટી દરોમાં ઘટાડા બાદ જે પડકારોનો સામનો કરી રહ્યા છે તે મામલે ચર્ચા કરશે.