નવી દિલ્હીઃ રિલાયન્સ કમ્યૂનિકેશન્સના ઋણદાતાઓએ ચેરમેન અનિલ અંબાણી અને ચાર અન્ય ડિરેક્ટરોના કંપનીથી રાજીનામા નામંજૂર કર્યા છે અને તેમને પ્રક્રિયામાં સહયોગ આપવાનો નિર્દેશ કર્યો છે. કંપનીએ રવિવારના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જને આ વાતની જાણકારી આપી છે. અંબાણી સહિત કંપનીના ડિરેક્ટરોએ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું. કંપનીએ બજારને જણાવ્યું કે તેના ઋણદાતાઓની સમિતિની 20 નવેમ્બરના રોજ બેઠક થઈ હતી. સમિતિએ એકમતથી આ નિર્ણય આપ્યો છે કે આ રાજીનામાનો સ્વીકાર ન કરી શકાય.
કંપનીએ કહ્યું કે, આરકોમ સંબંધિત ડાયરેક્ટરોને જણાવવામાં આવ્યું છે કે તેમના રાજીનામા સ્વીકારવામાં આવ્યા નથી અને તેમને આરકોમના ડાયરેક્ટર તરીકે જવાદારીઓને નિભાવવાનું ચાલુ રાખવાની વાત કહેવામાં આવી છે. તેમને Bankruptcy and insolvency પ્રક્રિયામાં સહયોગ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. દૂરસંચાર ક્ષેત્રના બાકી ઋણને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કંપનીને સપ્ટેમ્બર ત્રિમાસીક ગાળામાં 30,142 કરોડ રુપિયાની ખોટ થઈ છે. આ કોઈ ભારતીય કંપનીને એક ત્રિમાસીક ગાળામાં થયેલી બીજી સૌથી મોટી ખોટ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આરકોમની સંપત્તિઓને ખરીદવા માટે ભારતીય એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ત્રણ અન્ય કંપનીઓ બોલી લગાવી શકે છે.
બોલી લગાવવાની અંતિમ તારીખ આજે હતી આજે આ મામલે આરકોમની કમીટી આ મામલે મુલાકાત કરીને બોલીઓ સાર્વજનિક કરશે.