નવી દિલ્હી- દેશમાં સીધા વિદેશી રોકાણ(એફડીઆઈ) ચાલુ નાણાકીય વર્ષ એપ્રિલ-ડીસેમ્બરના સમયગાળામાં 7 ટકા ઘટી 33.49 અબજ ડૉલર પર આવી ગયું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આંકડા જાહેર કર્યા હતા. વીતેલા નાણાકીય વર્ષના એપ્રિલથી ડીસેમ્બરના સમયગાળામાં એફડીઆઈ દ્વારા દેશમાં 35.49 અબજ ડૉલર આવ્યા હતા.
જે અગ્રણી ક્ષેત્રો છે, જેમાં નવ મહિનામાં સૌથી વધુ વિદેશી રોકાણ આવ્યું છે તેમાં સેવા ક્ષેત્ર(5.91 અબજ ડૉલર), કોમ્પ્યુટર એન્ડ હાર્ડવેર(4.75 અબજ ડૉલર), દૂરસંચાર(2.29 અબજ ડૉલર), ટ્રેડિંગ(2.33 અબજ ડૉલર), કેમિકલ(6.05 અબજ ડૉલર) અને વાહનઉદ્યોગ(1.81 અબજ ડૉલર) સામેલ છે.
ચાલુ નાણાકીય વર્ષના નવ મહિનામાં ભારતમાં સીધા વિદેશી રોકાણ કરનારા દેશોમાં સિંગાપોર મોખરે રહ્યું છે. તેણે 12.97 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે. તે પછી મોરીશિયસ(6 અબજ ડૉલર), નેધનલેન્ડ(2.95 અબજ ડૉલર), જાપાન(2.21 અબજ ડૉલર) અમેરિકા(2.34 અબજ ડૉલર) અને બ્રિટેન(1.05 અબજ ડૉલર) વિદેશી રોકાણ આવ્યું છે. વિદેશી રોકાણમાં ઘટાડાથી દેશની ચૂકવણીની સ્થિતી પર દબાણ આવી શકે છે, અને રૂપિયાના મૂલ્ય પર પણ અસર પડી શકે છે.