તિરુચીઃ તિરુચી રેલવે સ્ટેશન પર ગુરુવારે ઈ-બાઇક રેન્ટલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેને લઈને લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો આ સુવિધાની માહિતી લેવા માટે ઉત્સાહિત જોવા મળ્યા. હાલ આ સેવા સવારે નવ કલાકથી રાત્રે નવ કલાક સુધી ઉપલબ્ધ છે. તિરુચી જિલ્લામાં એ એકમાત્ર ઈ-બાઇક રેન્ટલ સેવા છે.
ઈ-બાઇક સેન્ટર રૂ. 50 પ્રતિ કલાકના દરે બાઇક ભાડા પર ઉપલબ્ધ કરાવી રહી છે, પણ ગ્રાહકોએ એના માટે રૂ. 1000 સિક્યોરિટી તરીકે જમા કરાવવા પડશે. આ સિવાય આધાર કાર્ડની સાથે-સાથે ડ્રાઇવિંગ લાઇસન્સની કોપી પણ ઈ-બાઇક સેન્ટરને આપવી પડશે.
દક્ષિણી રેલવેથી સંકળાયેલી રેન્ટલ કંપનીએ કહ્યું હતું કે હાલ કંપની પ્રતિ કલાક, દૈનિક ધોરણે અને સાપ્તાહિક આધારે ઈ-બાઇક ઉપલબ્ધ કરાવી રહી છે, પણ પ્રતિ કલાક સેવાઓ માટે લોકો દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
તિરુચી રેલવે સ્ટેશનથી વારંવાર પ્રવાસ કરવાવાળા ગણેશ બાબુએ કહ્યું હતું કે આ એક સારી પહેલ છે, પણ રેલવેએ સિક્યોરિટી તરીકે પૈસા લેવાથી બચવું જોઈએ, કેમ કે લોકો ઉત્સુકતાને કારણે એક અથવા બે ડ્રાઇવ કર્યા પછી આ સર્વિસ લેવાથી દૂર રહેશે. ગ્રાહકોથી પૈસા લેવાને બદલે રેલવે ખુદ ઈ-બાઇકને લઈને ગેરન્ટી આપી શકે છે.
તેમણે કહ્યું હતું કે બાઇકોમાં ઇનબિલ્ટો GPS સુવિધા છે અને એના દ્વારા ઈ-બાઇકની ભાળ મેળવી શકાય છે. આવામાં સિક્યોરિટી ડિપોઝિટ લેવાનું કોઈ કારણ નથી જોકે રસપ્રદ વાત એ છે કે જે રેલવેના યાત્રી પણ નથી એ લોકો પણ આ સુવિધાનો લાભ ઉઠાવી રહ્યા છે. તિરુચીના વિદ્યાર્થીઓએ પણ રેન્ટલ ઈ-બાઇકનો લાભ લઈ રહ્યા છે. ઈ-બાઇક એક વાર ચાર્જ કરવા પર 130 કિમીનો પ્રવાસ કરી શકાય છે. જોકે કર્મચારીઓએ જણાવ્યું હતું કે હાલમાં એને જિલ્લાની બહાર નહીં લઈ શકાય.