મુંબઈઃ રિલાયન્સ-એડીએજી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી. હવે તેમના પર ચીનની ત્રણ બેંકોએ લંડનની એક કોર્ટમાં 680 મિલિયન ડૉલરની ચૂકવણી નહીં કરવાનો કેસ કરી દીધો છે. 2012માં ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કમર્શિયલ બેંક ઓફ ચાઈનાની મુંબઈ બ્રાન્ચ આઈસીબીસી, ચાઈના ડેવલપમેન્ટ બેન્ક અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ચાઈનાએ અનિલ અંબાણીની ફર્મ રિલાયન્સ કોમ્યુનિકેશન-આરકોમને અંગત ગેરંટીની શર્ત ઉપર 925 મિલિયન ડૉલરનું ઋણ આપ્યું હતું.
આ જાણકારી આઈસીબીસીના વકીલ બંકિમ થાનકીએ કોર્ટમાં આપી હતી. કોર્ટને જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2017 પછી અંબાણીઅ પોતાની ચૂકવણીની જવાબદારીઓ પૂરી કરી નથી.
આ સંદર્ભમાં અંબાણી તરફથી કહેવાયું છે કે તેમણે લોનના સંદર્ભમાં કોઇ પણ નીજી સંપત્તિની ગેરંટી આપી ન હતી. ગત કેટલાક વર્ષોમાં અનિલ અંબાણીનું કિસ્મત બેહદ કંગાળ ચાલી રહ્યું છે. તેઓ લગાતાર દેશના ધનવાન લોકોની શ્રેણીમાંથી પાછળ ધકેલાતાં દેખાઈ રહ્યાં છે.જ્યારે તેમના મોટાભાઈ 56 અબજ ડૉલરની સંપત્તિ સાથે એશિયાના સૌથી ધનિક અને દુનિયાના 14માં સૌથી ધનવાન વ્યક્તિ છે.
અનિલ અંબાણીની કુલ ચાર કંપનીઓ પર 93,900 કરોડ રુપિયાનું દેવું છે. જેમાં 7000 કરોડ રેડ નેવલ એન્ડ એન્જીનિયરિંગ પર છે. જ્યારે આરકેપ પર સૌતી વધુ 38,900 કરોડની લોન બોલે છે. આ પછીનો નંબર રીલાયન્સ પાવર છે. આ કંપની પર 30,200 કરોડનું દેવું છે અને રીલાયન્સ ઇન્ફ્રા પર પણ 17, 800 કરોડનું દેવું છે.
ગુરુવારે યોજાયેલી સુનાવણીમાં આઈસીબીસીના વકીલોએ ન્યાયાધીશ ડેવિડ વોક્સમેનને કહ્યું કે અંબાણીને એક પ્રારંભિક આદેશ અને એક સશર્ત આદેશ માટે સુવિધા સમજૂતી હેઠળ તમામ મૂડી અને વ્યાજની ચૂકવણી કરવું પડશે. જોકે અંબાણીએ પોતાની સંપત્તિનો કોઇપણ પુરાવા આપવાથી ઇનકાર કરી દીધો છે.