નવી દિલ્હીઃ જો તમે પંજાબ નેશનલ બેંકના ગ્રાહક છો, તો તમારા માટે એક જરુરી સમાચાર છે. હકીકતમાં પંજાબ નેશનલ બેંકે એક એવી સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી છે, જેની અસર કરોડો ગ્રાહકો પર પડવાની આશંકા છે.
હકીકતમાં પંજાબ નેશનલ બેંકે 30 એપ્રિલથી પોતાની એક ખાસ સર્વિસ PNB Kitty ને બંધ કરવાની વાત કહી છે. પીએનબી કિટી એક ડિજિટલ વોલેટ છે. આના દ્વારા પંજાબ નેશનલ બેંકના ગ્રાહક ઈ-કોમર્સ ટ્રાંઝેક્શન કરે છે. આ સીવાય ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગની જગ્યાએ પીએનબી કિટીથી પેમેન્ટ કરી શકાય છે. સરળ ભાષામાં સમજીએ તો આ પેટીએમ અથવા મોબિક્વિક જેવું વોલેટ છે. આમાં નેટબેંકિંગનો પાસવર્ડ અથવા કોડની જાણકારી સહિતની વિગતો સુરક્ષિત રહે છે.
પંજાબ નેશનલ બેંકે પોતાના ગ્રાહકોને જણાવ્યું છે કે તે પીએનબી કિટીમાં પડેલા પૈસા 30 એપ્રિલ સુધી ખર્ચ કરીલો અથવા તો પછી IMPS દ્વારા પોતાના બેંક અકાઉન્ટમાં ટ્રાંસફર કરી લો. આનો અર્થ એ થયો કે જો તમે બેંકની વાત ન માની તો પછી 30 એપ્રિલ બાદ વોલેટમાં પડેલા તમારા પૈસા ફસાઈ શકે છે. પીએનબી કિટી વોલેટ દ્વારા મોબાઈલ નંબર દ્વારા વોલેટ ટૂ વોલેટ ટ્રાંસફર સિવાય બેંક અકાઉન્ટમાં IMPS દ્વારા ટ્રાંસફરની સુવિધા આપવામાં આવે છે.
આ સીવાય મોબાઈ, ડીટીએસ ટીવી રિચાર્જ, ઈ-કોમર્સ ટ્રાંઝેક્શન અને યૂટિલિટી બિલ પેમેન્ટ ટ્રાંઝેક્શન પણ કરી શકાય છે. આ સાથે જ ક્યૂઆર કોડ દ્વારા પણ પૈસા ટ્રાંસફર કરી શકાય છે. બેંક દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર જો વોલેટમાં બેલેન્સ ઝીરો છે તો અકાઉન્ટ બંધ થઈ જશે. જો વોલેટમાં બેલેન્સ બચ્યું છે તો યૂઝર તેને ખર્ચ કરી લે અથવા તો કોઈ અન્ય અકાઉન્ટમાં ટ્રાંસફર કરી લે. બેંકની આ સુવિધાની વિગતવાર જાણકારી httpss://www.pnbindia.in/PNB-Kitty.html આપ આ વેબસાઈટ પર જઈને મેળવી શકો છો.