નવી દિલ્હીઃ પેટીએમ કેવાયસીના નામ પર આજકાલ છેતરપિંડીની અનેક ઘટનાઓ સામે આવી છે. યુઝર્સના પેટીએમમાંથી લેભાગુઓ નાણાં ઉઠાવી રહ્યાં છે. કેવાયસીની સમયસીમા સમાપ્ત થઈ ગઇ હોવાથી કોલ કરી રહ્યાં છીએ તેમ કહીને નાણાંની છેતરપિંડીને અંજામ આપવામાં આવે છે. જો કોઈ તમને કહે કે તમારી પેટીએમ કેવાયસી મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે અથવા સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે અને તેઓ તમારો કેવાયસી કોઈ પણ રૂબરૂ મુલાકાત વગર ફોન કોલ કે એસએમએસ દ્વારા કરાવી દેશે તો લેશે તેવી વાતોમાં કદી ન આવશો.
છેલ્લાં કેટલાક મહિનાઓમાં છેતરપિંડી કરનારાઓએ આ નવી રીત શોધી છે, જ્યાં તેઓ પેટીએમ ગ્રાહકોને કોલ કરે છે અને કહે છે કે તમારી કેવાયસી મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે અને અમે તમારા કેવાયસીને સક્રિય કરવા માટે પેટીએમથી ફોન કરી રહ્યાં છીએ. પછી તે ગ્રાહકોને એનીડેસ્ક, ટીમવ્યૂઅર, ક્વિકસપોર્ટ જેવી એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરવા કહે છે. ઉપરાંત, કહે છે કે ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશનને પરવાનગી આપો, જે આપણે કોઈ સામાન્ય એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી આપવાની હોય છે.
આ એપ્લિકેશનો ઇન્સ્ટોલ કર્યા પછી, છેતરપિંડી કરનારાઓ તમને એસએમએસ દ્વારા 9 અંકનો કોડ મોકલે છે અને તે કોડ તમારી પાસેથી લઈ તમારા મોબાઇલ અથવા લેપટોપને એક્સેસ કરી લે છે. આ ડિવાઇસથી એકસ્સ મેળવવા અને યુપીઆઈ અથવા વોલેટ સહિત કોઈપણ મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન અથવા ચૂકવણી સંબંધિત એપ્લિકેશન દ્વારા આર્થિક વ્યવહાર કરવા માટે સક્ષમ બનાવે છે.
જો પેટીએમ કેવાયસી છેતરપિંડી કરનાર કહે છે કે તમારું કેવાયસી થઈ ગયું છે અને હવે કેશબેક મેળવવા માટે, અમે તમને એક લિંક સાથે એસએમએસ કરીશું, તે લિંક પર ક્લિક કરો તો હંમેશા આવા એસએમએસને ડીલીટ કરી નાખો અને આવા લિંક્સ પર ક્લિક ન કરો.
પેટીએમ અથવા પેટીએમ કર્મચારી તમરા કેવાયસી સંબંધિત માહિતી પ્રાપ્ત કરવા માટે કોઈપણ લિંક પર ક્લિક કરવાનું કહેતાં નથી. પેટીએમ ફુલ કેવાયસી ફક્ત કેવાયસી પોઇન્ટ પર પેટીએમના એજન્ટ સાથે રૂબરૂ મળીને પૂર્ણ કરી શકાય છે. પેટીએમ દ્વારા મોકલેલા એસએમએસ / ઇમેઇલની લિંક સાથે, તમે ફક્ત પેટીએમના કેવાયસી એજન્ટ સાથેની મુલાકાતને નક્કી કરી શકો છો અથવા કેવાયસી પોઇન્ટની માહિતી મેળવી શકો છો.