નવી દિલ્હીઃ હવે વિદેશથી આયાત થનારા તમામ સામાનો પર મેડ ઈન ટેગ જરુરી થઈ શકે છે. આમાં જણાવવું પડશે કે તે સામાન કયા દેશમાં બન્યો છે. સરકારનું માનવું છે કે આનાથી ખરાબ ગુણવત્તાના સામાનનું ડંપિંગ રોકવામાં મદદ પ્રાપ્ત થશે અને ઘરેલુ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને બળ મળશે. આ પહેલ એવા સમયે કરવામાં આવી છે કે જ્યારે ભારતે કેટલાક અમેરિકી સામાનો પર આયાત શુલ્ક વધુ લગાવ્યો હોવાની વ્યાપક ચર્ચા છે.
સરકારે નોન-પ્રેફરેશનલ રુલ્સ અથવા ઓરિજિન પર કામ શરુ કર્યું છે અને આ યોજના આનો જ એક ભાગ છે. આ નિયમ એ દેશો પર લાગૂ થશે કે, જેમની સાથે ભારતની વ્યાપાર સમજૂતી નથી. આમાં અમેરિકા, યૂરોપીય સંઘ, ચીન, ન્યૂઝીલેન્ડ, અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. આ મામલાથી વાકેફ એક મોટા સરકારી અધિકારીએ જણાવ્યું કે આ નિયમોને હજી અંતિમ રુપ આપવામાં આવી રહ્યું છે.
મુક્ત વ્યાપાર સમજૂતી અંતર્ગત દેશમાં આવનારા સામાન મામલે તેમના ઓરિજનની સૂચના આપવી પડે છે, પરંતુ સામાન્ય રસ્તે અથવા મોસ્ટ ફેવર્ડ નેશનથી આવનારા સામાન માટે આવી કોઈ બાધ્યતા નથી. એન્ટી-ડંપિંગ અને કાઉન્ટરવેલિંગ ડ્યૂટી, વ્યાપાર પ્રતિબંધ, સુરક્ષા અને જવાબી કાર્યવાહી, માત્રા સંબંધીત રોક જેવા નીતિગત ઉપાયો સાથે કેટલાક ટેરિફ કોટા માટે નોન-પ્રોફેશનલ રુલ્સનો ઉપયોગ થાય છે. આ નિયમોથી કસ્ટમ વિભાગને ખરાબ ગુણવત્તા અથવા દેશના વ્યાપારિક નિયમોનું ઉલ્લંઘન કરનારા સામાનોની આયાત રોકવામાં મદદ મળશે.
અધિકારી અનુસાર, આ રુલ્સની મદદથી કસ્ટમ અધિકારી વિગત પ્રાપ્ત કરી શકશે કે, કયો સામાન ક્યાં બનેલો છે. આયાતકોને આના માટે સર્ટિફિકેટ દેખાડવું પડશે. આનાથી વ્યાપાર નિયમોનું ઉલ્લંઘન રોકવામાં મદદ મળશે. અત્યારે કોઈ દેશથી આવનારા એક સામાન પર એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લગાવવામાં આવે છે તો ટ્રેડર તેને વેચવા માટે તે જ સામાનને કોઈ અન્ય દેશથી મંગાવવાના શરુ કરી દે છે. આ પ્રકારના ઘણા મામલાઓ સામે આવ્યા છે અને કસ્ટમ વિભાગ આવી આયાત રોકવામાં નિષ્ફળ રહ્યું છે. પ્રસ્તાવિત નિયમોથી તેમને ખ્યાલ આવશે કે કયો સામાન કયા દેશમાં બન્યો છે.
જો તેનાથી કોઈ વ્યાપાર સંબંધિત નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હશે, તો તે તેના પર સીમા શુલ્ક લગાવશે. કોઈ સામાન માટે જે ટેક્નિકલ માનકો નક્કી કરવામાં આવ્યા છે, તેની પણ તમાસ કરી શકાશે. દાખલા તરીકે… ચીનથી આવનારા રમકડામાં લેડની નક્કી માત્રાથી વધારે હોય છે. નવા નિયમોથી અધિકારીઓને આ પડકારથી અસરદાર રીતે તેને પહોંચી વળવામાં મદદ પ્રાપ્ત થશે.