બેંકો ખુલવાનો સમય બદલાય તેવી શક્યતા, જાણો વધુ વિગતો…

0
1252

નવી દિલ્હીઃ મોટાભાગે લોકો બેંક સાથે જોડાયેલા કામ કરવા માટે બેંક ખુલવાની રાહ જોવે છે. મોટાભાગે તમામ પબ્લિક સેક્ટરની બેંક સવારે 10 વાગ્યે ખુલી જાય છે અને લોકો 10 વાગ્યે બેંક ખુલે તેની રાહ જોવે છે. પરંતુ હવે બેંક ખુલવાનો સમય બદલાઈ શકે છે. બેંકનો ટાઈમ બદલાયા બાદ ગ્રાહકોની પરેશાની ઓછી થઈ શકે છે. લોકો ઓફિસ જતા પહેલા જ પોતાના બેંક સાથે જોડાયેલા કામો પતાવી શકશે. આ નવા નિયમ સપ્ટેમ્બરથી લાગૂ થશે. જો આ નિયમ લાગુ થાય તો બેંક સવારે 9 વાગ્યે ખુલશે.

કેન્દ્રીય નાણા મંત્રાલયના બેંકિંગ ડિવીઝને તમામ સરકારી અને ક્ષેત્રી ગ્રામીણ બેંકોને સવારે 9 વાગ્યે ખોલવાનો પ્રસ્તાવ આપ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર દેશભરની બેંકોના ખુલવાના સમયને એક જ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

જૂન મહીનામાં બેંકિંગ ડિવીઝનની એક બેઠક થઈ હતી, જેમાં સુવિધા અનુસાર બેંક બ્રાંચ ખુલવા પર જોર આપવામાં આવ્યું હતું. ગ્રાહક સુવિધા પર ગઠિત ઉપસમિતિની બેઠકમાં ભારતીય બેંકિંગ એસોસિએશને બેંકોના ખુલવાના ટાઈમિંગને લઈને ત્રણ પ્રસ્તાવ આપ્યા હતા. પહેલો સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી, બીજો સવારે 10 થી સાંજે 4 અને ત્રીજો સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી. બેંક પોતાના ટાઈમિંગને લઈને રાજ્ય સ્તરની બેંકર્સ કમીટી સાથે મળીને નિર્ણય કરશે.

માનવામાં આવી રહ્યું છે કે બેંક ખુલવાનો સમય સપ્ટેમ્બરથી લાગૂ થઈ શકે છે. જો કે હજી આ મામલે કોઈ અધિકારીક જાહેરાત કરવામાં આવી નથી.