વોશિંગ્ટન: ભારતમાં જન્મેલા માઈક્રોસોફટના CEO સત્ય નાડેલાને ફોર્ચ્યુન બિઝનેસપર્સન ઓફ ધ યર 2019ના લિસ્ટમાં ટોચનું સ્થાન મળ્યું છે. આ યાદીમાં માસ્ટરકાર્ડના સીઈઓ અજય બંગા અને અરિસ્તાની પ્રમુખ જયશ્રી ઉલ્લાલ પણ સામેલ છે. બંન્ને ભારતીય મૂળના છે.
ફોર્ચ્યુનની આ યાદીમાં બિઝનેસ જગતના 20 એવા દિગ્ગજોને સામેલ કરવામાં આવ્યા, જેમણે મુશ્કેલ લક્ષ્યોને પ્રાપ્ત કર્યા, અશકય તકો પ્રાપ્ત કરી અને ક્રિએટિવ રીતે સમાધાન શોધ્યા. લિસ્ટમાં પ્રથમ સ્થાન પર નડેલા છે. માસ્ટરકાર્ડના સીઈઓ બંગા 8માં અને અરિસ્તાના હેડ ઉલ્લાલ 18માં નંબર પર છે. ફોર્ચ્યૂને યાદી તૈયાર કરતા સમયે 10 નાણાકીય ક્ષેત્રો પર ધ્યાન આપ્યું. જેમાં શેરધારકોને રિટર્ન આપવાથી લઈને પૂંજી પર રિટર્ન સામેલ છે.
2014માં બન્યા માઈક્રોસોફ્ટના સીઈઓ
સત્યા નડેલા 2014માં માઈક્રોસોફટના સીઈઓ બન્યા હતા. તેમના નેતૃત્વમાં કંપનીની રેવન્યુ સતત વધી રહી છે. નાણાંકીય વર્ષ 2018 19માં માઈક્રોસોફટનો નફો 39 અબજ ડોલર અને રેવન્યુ 126 અબજ ડોલર રહી. કંપનીની ત્રણ વર્ષની કંપાઉન્ડ એન્યુઅલ રેવન્યુનો ગ્રોથ રેટ 11 ટકા અને પ્રોફિટ ગ્રોથ 24 ટકા છે. એપ્રિલમાં માઈક્રોસોફટ પ્રથમ વાર 1 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ પર પહોંચી હતી. એપલ સહિત વિશ્વની 4 કંપનીઓ જ અહીં સુધી પહોંચી શકી છે.
નડેલા અંગે ફોર્ચ્યૂને લખ્યું કે, 2014માં જ્યારે તેમણે માઈક્રોસોફ્ટની કમાન સંભાળી હતી ત્યારે તે ન તો બિલ ગેટ્સ જેવા સંસ્થાપક હતા કે ન તો તેમના પૂર્વવર્તી સ્ટીવ બામરની જેમ મોટુ વ્યક્તિ હતા. રાજનૈતિક અસ્થિરતાથી ભરેલા વર્ષમાં માઇક્રોસોફ્ટની સ્થિરતા જળવાઇ રહી છે. જેમાં નેતૃત્વની મોટી ભુમિકા છે. બિઝનેસની દુનિયામાં આ બ્રાન્ડે અમારૂ દિલ જીત્યું છે. અમારા નંબર એક બિઝનેસપર્સનથી વધુ ઝનુની,ટીમ આધારીત નેતૃત્વ ક્ષમતા અને પરીણામ આપવાવાળા કોર્પોરેટ અધિકારી અન્ય કોઇ નથી.
ફોર્ચ્યુને કહ્યું કે કોમ્પ્યુટર સાયન્ટીસ્ટ સત્ય નડેલાએ ક્યારેય પણ નાણા ક્ષેત્રે કામ નથી કર્યું અને વળી તેમણે સીઇઓ જેવા પદ માટે તાલિમ પણ નથી લીધી. છેલ્લા પાંચ વર્ષમાં તેમણે આ અંતરને સંપુર્ણ રીતે ખતમ કર્યુ છે.તેમની સફળતાની ચાવી નેતૃત્વ ક્ષમતામાં છે.
અજય બગ્ગા 2010થી માસ્ટરકાર્ડના સીઈઓ છે. ફોર્બ્સનું કહેવું છે કે તેમના વિઝનથી માસ્ટરકાર્ડને નવી ઓળખ મળી છે. કંપનીના શેરમાં આ વર્ષે 40 ટકા તેજી આવી છે. જયશ્રી ઉલાલ 2008ને છોડીને અરિસ્તાની સીઈઓ બની હતી. તેમના નેતૃત્વમાં અરિસ્તા ઓપન સોર્સ ક્લાઉડ સોફ્ટવેરમાં સ્પેશિયલાઈઝડ માર્કેટ લીડર બની. કંપનીનો ઓપરેટિવ માર્જિન ગત વર્ષ 31.5 ટકાએ પહોંચી ગયો, જ્યારે સિસ્કોનો 28 ટકા હતો.