નવી દિલ્હીઃ સંવિધાનના અનુચ્છેદ 370ના બે ખંડોને ખતમ કર્યા બાદ હવે એ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે કાશ્મીરમાં અમન અને ચેન હશે, ત્યાં વ્યાપાર અને ઉદ્યોખ ખૂબ વિસ્તરશે અને આનાથી નોકરીઓનું સર્જન પણ થશે. આને જોતાં ઘણાં મોટા સમૂહોએ કશ્મીરમાં રોકાણ કરવાની સંભાવનાઓ મામલે તપાસ શરુ કરી છે.
એક નિવેદનમાં વરિષ્ઠ ઉદ્યોગપતિ અને કોટક મહિન્દ્રા બેંકના એમડી ઉદય કોટકે માગ કરી છે કે જમ્મૂ-કાશ્મીરમાં આર્થિક સફળતા અને નોકરીઓના અવસર વધારવા માટે પહેલ કરવી જોઈએ. તેમણે કહ્યું કે રાજ્યમાં વિકાસની મોટી સંભાવનાઓ છે, કારણ કે ત્યાં પ્રાકૃતિક સંસાધનો અને પ્રતિભાઓની ભરમાર છે.
હવે જ્યારે કાશ્મીરની અર્થવ્યવસ્થા બધા માટે ખુલી ગઈ છે, કંપનીઓ રોકાણ માટે આગળ આવવા લાગી છે. ડેરી ક્ષેત્રના દિગ્ગજ અમૂલ ઈન્ડિયાએ કાશ્મીરમાં રોકાણ કરવા માટે રુચિ દર્શાવી છે. આ જ પ્રકારે હેલમેટ બનાવનારી પ્રમુખ કંપની સ્ટીલબર્ડે પણ જમ્મૂ-કાશ્મીરમાં એક પ્લાન્ટ લગાવવા માટે રજૂઆત કરી છે.
હોટલ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લેમન ટ્રીએ ગુલમર્ગ અને સોનમર્ગમાં 35-40 બેડની હોટલ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. લેમન ટ્રી પાસે જ પહેલાંથી જ આ વિસ્તારમાં 176 બેડની ક્ષમતાવાળી કુલ ત્રણ હોટલ છે. સૌથી મોટી હોટલ કટરામાં 70 બેડની છે જેને 2017માં ખોલવામાં આવી હતી. કંપનીએ વર્ષ 2018માં શ્રીનગર અને જમ્મૂમાં બે નવી હોટલોની શરુઆત કરી હતી.
અત્યારે લ્યૂપિન, સનફાર્મા, કેડિલા ફાર્મા, કોકા કોલા, રેડિસન, ડાબર અને બર્જર પેઈન્ટ્સ જેવી કંપનીઓએ જમ્મૂ-કાશ્મીરમાં રોકાણ કર્યું છે.
ઉદ્યોગ ચેમ્બર કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના નામિત અધ્યક્ષ ઉદય કોટકે કહ્યું કે આ વિસ્તારની પ્રતિ વ્યક્તિ સકળ ઘરેલુ ઉત્પાદન 63,995 રુપિયા છે જે રાષ્ટ્રીય સરેરાશના આશરે 55 ટકા છે અને રાજ્યના ઉત્પાદનમાં 80 ટકા ભાગ કૃષિનો છે. હવે સરકાર અને ઉદ્યોગ જગત દ્વારા આ મામલે મજબૂત પ્રયાસ કરવા પડશે કે ત્યાં ઈકોનોમિક ગ્રોથ રેટ વધારવામાં આવે અને રોજગાર તેમ જ આજીવિકાના નવા અવસરોનું સર્જન કરવામાં આવે.