દેશભરમાં જીએસટી વિંગે માર્યો સપાટો, કુલ ઝડપી 224 કરોડની ચોરી

નવી દિલ્હીઃ દેશભરમાં થઈ રહેલી ટેક્સ ચોરીને લઈને જીએસટી વિંગ સક્રિય છે. જીએસટી વિંગે ટેક્સ ચોરી મામલે મોટી કાર્યવાહી કરતા દેશભરમાં ટાયર કંપનીઓમાં દરોડા પાડ્યાં હતાં. પ્રાપ્ત થતી વિગતો અનુસાર જીએસટી અધિકારીઓએ છેલ્લાં બે દિવસમાં 224 કરોડ રુપિયાની ટેક્સ ચોરી ઝડપી પાડી છે.


આઠ કંપનીઓના એક જૂથ દ્વારા ચોરી કરવામાં આવી છે. જેમણે 1,289 કરોડ રૂપિયાના નકલી બિલ બનાવ્યાં. આ મામલામાં એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે અને રૂ. 19.75 કરોડની વસૂલાત કરવામાં આવી છે. આ કંપનીઓએ ખરેખર ટી.એમ.ટી. સિરિયા અને અન્ય પ્રોડક્ટ્સની સપ્લાય કર્યા વગર 1,289 કરોડ રૂપિયાના ખોટા બિલ તૈયાર કર્યા છે, અને તેના પર લગભગ 224 કરોડ રૂપિયાનો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવ્યાં છે.

ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી 20 હજાર કરોડ રૂપિયાની ચોરી અને સર્વિસ ટેક્સ (જીએસટી) ઝડપાઇ છે. સરકાર જીએસટીના છેતરપિંડીને રોકવા માટે મહત્તમ પગલાં લેશે અને નવી પદ્ધતિના નિયમોનું મહત્તમ પાલન કરશે. કર વિભાગના વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી.

ટેક્સ ચોરીના કલેક્શનમાં થયો ઘટાડો? – માલ અને સેવાઓ કર (જીએસટી) સંગ્રહ ફેબ્રુઆરી 2019માં ઘટીને 97,247 કરોડ રુપિયા રહી. છેલ્લા મહિનામાં 1.02 લાખ કરોડ રુપિયાનો મુકાબલો છે. નાણામંત્રાલયે નિવેદન જારી કર્યુ કે 28 ફેબ્રુઆરી 2019 સુધીમાં સેલ્સ રીટર્ન અથવા જીએસઆર -3 બી ભરનારાઓની સંખ્યા 73.48 લાખ રહી.