મોટી કંપનીઓએ GSTની 1%-રકમ રોકડમાં ભરવી પડશે

નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયે કહ્યું હતું કે રૂ. 50 લાખથી વધુ માસિક ટર્નઓવર (વેપાર) કરતી કંપનીઓએ ફરજિયાતપણે એક ટકો ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની ચુકવણી રોકડમાં કરવાની રહેશે. આ પગલું ખોટાં બિલ (ઇનવોઇસ) દ્વારા ટેક્સની ચોરી રોકવા માટે લેવામાં આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ (CBIC)એ જીએસટી નિયમોમાં નિયમ 86-બી રજૂ કર્યો છે.

આ નિયમ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ની મહત્તમ 99 ટકા સુધી જ ઉપયોગ જીએસટીની ચુકવણીની મંજૂરી આપે છે. CBICએ બુધવારે કહ્યું હતું કે કોઈ એક મહિનામાં કરપાત્રનું રૂ. 50 લાખથી વધુ થવા પર કોઈ પણ રજિસ્ટર વ્યક્તિ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેઝરમાં ઉપલબ્ધ રકમનો ઉપયોગ 99 ટકાથી વધુ ટેક્સની જવાબદારી પૂરી કરવા માટે ના કરી શકે.

વેપારની ટર્નઓવરની મર્યાદાની ગણતરી કરતી વખતે જીએસટીની છૂટવાળાં ઉત્પાદનો અથવા ઝીરો દરો વાળા માલસામાનને એમાં સામેલ નથી કરવામાં આવે. જોકે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અથવા કોઈ ભાગીદારે જો રૂ. એક લાખથી વધુનો ઇન્કમ ટેક્સ આપ્યો છે અથવા રજિસ્ટર્ડ વ્યક્તિને એનાથી ગયા નાણાકીય વર્ષ દરમ્યાન ઉપયોગમાં ના લેવાયેલો ઇનપુટ ટેક્સ ક્રેડિટ પર રૂ. એક લાખથી વધુનું રિફંડ મળ્યું છે તો એ નિયંત્રણ લાગુ નહીં થાય.

EYEના કર ભાગીદાર અભિષેક જૈને કહ્યું હતું કે સરકારે રૂ. 50 લાખથીની કરયોગ્ય વેપાર પર ઇનપુટ કર ક્રેડિટ દ્વારા જવાબદારીની ચુકવણીને 99 ટકા સુધી સીમિત કરી છે. આ પગલાનો હેતુ કંપનીઓને ખોટાં બિલો દ્વારા આઇટીસીનો દુરુપયોગ રોકવાનો છે.