નવી દિલ્હીઃ ભારત સરકારે છેલ્લા પાંચ વર્ષમાં (જાન્યુઆરી-2018થી ઓક્ટોબર-2023 સુધીમાં) દેશની એકતા અને અખંડતા માટે જોખમી માલૂમ પડેલા 36,838 યૂઆરએલ (યૂનિફોર્મ રીસોર્સ લોકેટર્સ) બ્લોક કર્યા છે. આ જાણકારી કેન્દ્રના ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે આપી છે.
દેશની એકતા અને અખંડતા, ભારતના સંરક્ષણ, રાષ્ટ્રની સલામતી, વિદેશી દેશો સાથે મૈત્રીભર્યા સંબંધો માટે જોખમી જણાય એવા યૂઆરએલને સરકારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) કાયદા, 2000ની જોગવાઈ અંતર્ગત બ્લોક કરી દીધા છે. આમાં સૌથી વધારે (13,660) યૂઆરએલ X (ટ્વિટર) સોશિયલ મીડિયા પ્લેટફોર્મના છે. તે પછીના નંબરે ફેસબુક અને યૂટ્યૂબ આવે છે.