નવી દિલ્હીઃ જો તમે ટ્રેનમાં રિઝર્વેશન ઓનલાઈન કરો છો તો વધારે પૈસા ચૂકવવા માટે તૈયાર થઈ જાવ. 1 સપ્ટેમ્બરથી આઈઆરસીટીસીથી ઈ-ટિકીટ ખરીદવાનું મોંઘુ થઈ જશે. આઈઆરસીટીસી ટ્રેનનું રિઝર્વેશન ટિકીટ બુક કરવાની ઓફિશિયલ વેબસાઈટ છે.
ભારતીય રેલવેએ એક સપ્ટેમ્બરથી સેવા શુલ્ક લેવાનો નિર્ણય કર્યો છે. આઈઆરસીટીસી દ્વારા 30 ઓગસ્ટના રોજ જાહેર આદેશ અનુસાર જ્યારે આઈઆરસીટીસી ગેરવાતાનુકૂલિત શ્રેણીની ઈ-ટિકીટ પર 15 રુપિયા અને પ્રથમ શ્રેણી સહિત વાતાનુકુલિત શ્રેણીની તમામ ઈ-ટિકીટ પર 30 રુપિયાનો ચાર્જ વસૂલ કરશે. માલ અને સેવા કર આનાથી અલગ હશે.
આપને જણાવી દઈએ કે ત્રણ વર્ષ પહેલા ભાજપાના નેતૃત્વ વાળી મોદી સરકારે ડિજિટલ ચૂકવણીને વેગ આપવા માટે ફેસિલીટી ચાર્જ પાછો ખેંચી લીધો હતો. પહેલા આઈઆરસીટીસી ગેર-વાતાનુકૂલિત શ્રેણીની ઈ-ટિકીટ પર 20 રુપિયા અને તમામ વાતાનુકૂલિત શ્રેણીની ઈ-ટિકીટો પર 40 રુપિયાનો સેવા શુલ્ક લે છે.
આ મહીનાની શરુઆતમાં રેલવે બોર્ડે ભારતીય રેલવે ખાનપાન અને પર્યટન નિગમને ઓનલાઈન ટીકિટો પર યાત્રીઓ પાસેથી સેવા શુલ્ક વસૂલવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ આઈઆરસીટીસીએ 1 સપ્ટેમ્બરથી સર્વિસ ટેક્સ વસૂલવાનો નિર્ણય કર્યો છે.
રેલવે બોર્ડે કહ્યું હતું કે નાણા મંત્રાલયની દલીલ છે કે ટ્રેન ટીકિટોના બુકિંગ પર સર્વિસ ચાર્જથી છૂટ એક અસ્થાયી ઉપાય હતો. અધિકારીઓએ જણાવ્યું કે સર્વિસ ચાર્જ હટાવ્યા બાદ નાણાકીય વર્ષ 2016-17માં ઈન્ટરનેટથી વેચાનારી ટીકિટના રેવન્યુમાં 26 ટકાનો ઘટાડો આવ્યો હતો.
આઈઆરસીટીસીથી રોજ 5.5થી 6 લાખ ટીકિટ બુક થાય છે. આ ભારતીય રેલવેની સહાયક કંપની છે. અત્યારસુધી આ ટીકિટ બુકિંગ અને કેટરિંગ સેવાઓ આપી રહી હતી. તાજેતરમાં રેલવેએ આને કેટલાક રુટ પર તેજસ ટ્રેન ચલાવવાની મંજૂરી આપી દીધી છે.