ઇન્ડિગોનું વિન્ટર સેલ શરૂઃ માત્ર રૂ.2023માં કરો હવાઈ પ્રવાસ

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો ત્રણ દિવસનું વિન્ટર સેલ લઈને આવી છે. આ સેલ 23 ડિસેમ્બર –એટલે કે આજથી શરૂ થશે. કંપનીએ ક્રિસમસની રજાઓને ધ્યાનમાં રાખતાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે ત્રિદિવસીય સેલની જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા મુજબ આ સેલ 23 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ચાલશે. કંપનીએ ઘરેલુ ફ્લાઇટ્સ માટે રૂ. 2023 અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે રૂ. 4999ની કિંમતે ફ્લાઇટ્સની ટિકિટોના વેચાણની રજૂઆત કરી છે. આ ટિકિટો 15 જાન્યુઆરી, 2023થી 14 એપ્રિલ, 2023 સુધીના પ્રવાસ માટે માન્ય ગણાશે.

ઇન્ડિગોના વૈશ્વિક સેલના વડા વિનય મલ્હોત્રાના જણાવ્યાનુસાર આ પગલાનો ઉદ્દેશ એવિયેશન સેક્ટરમાં સુધારા (રિકવરી)ની ઉજવણી કરવાનો છે. આપણે વર્ષ 2023માં પ્રવેશ કરી રહ્યા છે અને વધુ ને વધુ લોકોને ફ્લાઇટ્સમાં પ્રવાસ કરવાનો હેતુ છે. હોલિડેના ગાળામાં અમે એવિયેશન ક્ષેત્રમાં આવી રહેલા મજબૂત રિકવરીની ઉજવણી કરવા માટે અમે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય – બંને રૂટો પર વિન્ટર સેલની ઘોષણા કરી રહ્યા છીએ.  અમે ઓફર અમારા વ્યાપક નેટવર્ક પર વાજબી ભાડા, સમય પર પર્ફોર્મન્સ અને ટેન્શન ફ્રી સર્વિસ ઇન્ડિગોની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

કંપની પાસે 290 વિમાનો છે. કંપનીનો દાવો છે કે કંપની પ્રતિદિન 1600થી વધુ ફ્લાઇટ્સની કામગીરી સંચાલિત કરી રહી છે અને 76 સ્થાનિક સ્થાનો અને 26 આંતરરાષ્ટ્રીય સ્થળોને પ્રવાસીઓ માટે સુવિધા આપે છે.

એરલાઇન્સે ઓક્ટોબરમાં 1.14 કરોડ પેસેન્જરોનું વહન કર્યું હતું ,જે સપ્ટેબરમાં પેસેન્જરોની સંખ્યા કરતાં 10 ટકા વધુ હતી. ઓક્ટોબરમાં સ્થાનિક પેસેન્જરોની સંખ્યામાં આશરે 27 ટકા વધીને 114.07 લાખ થઈ હતી, જે એક વર્ષ પહેલાં 89.95 લાખ હતી, જ્યારે સપ્ટેમ્બરમાં એ સંખ્યા 103.55 લાખ રહી હતી, એમ DGCAએ જણાવ્યું હતું.