ભારતવંશી સત્ય નડેલા માઇક્રોસોફ્ટના ચેરમેન બન્યા

નવી દિલ્હીઃ માઇક્રોસોફ્ટ કોર્પે બુધવારે જોન થોમ્પસનને સ્થાને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર- CEO સત્ય નડેલાને નવા ચેરમેન નિયુક્ત કર્યા છે. સત્ય નડેલા વર્ષ 2014માં માઇક્રોસોફ્ટના CEO બન્યા હતા. એ પછી લિન્કડ્ઇન, નુઅંશ કોમ્યુનિકેશન્સ અને ઝેનિમેક્સે જેવી કંપનીઓના અબજો ડોલરના હસ્તાંતરણ નડેલાની મહત્ત્વની ભૂમિકા હતી. હવે થોમ્પસન હવે મુખ્ય સ્વતંત્ર ડિરેક્ટર રહેશે.

થોમ્પસને વર્ષ 2014માં બિલ ગેટ્સ પછી માઇક્રોસોફ્ટના ચેરમેન બન્યા હતા, એમ કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું. ટોચના મેનેજમેન્ટમાં આ ફેરફાર ગેટ્સના બોર્ડમાંથી દૂર થયા પછી એક વર્ષે આવ્યા છે. બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનનાં પરોપકારી કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે વિશ્વના સૌથી મોટા દાનોમાંનું એક છે. કંપનીએ ગયા મહિને કહ્યું હતું કે કંપની આશરે 20 વર્ષ પહેલાં ગેટ્સની એક કર્મચારી સાથે રોમાન્સની તપાસ કરી હતી, જ્યારે તેણે વર્ષ 2019માં જણાવવામાં આવ્યું હતું કે તેણે તે વ્યક્તિ સાથે સંબંધ શરૂ કરવાના પ્રયાસ કર્યા હતા. કંપનીએ આના પર ટિપ્પણી કરવાથી ઇનકાર કર્યો હતો, કેમ કે બોર્ડે ગેટ્સના મોકલવાનો નિર્ણય કર્યો હતો. કંપનીએ ત્રિમાસિક ધોરણે નવ સપ્ટેમ્બર શેરદીઠ 56 ટકા ડિવિડન્ડ જાહેર કર્યું હતું.

સત્ય નડેલાનો જન્મ ભારતના હૈદરાબાદમાં વર્ષ 1967માં થયો હતો. તેમના પિતા એક વહીવટી અધિકારી અને માતા સંસ્કૃતની લેક્ચરર હતાં. તેમણે પ્રારંભિક શિક્ષણ હૈદરાબાદની પબ્લિક સ્કૂલમાં કર્યા પછી વર્ષ 1988માં મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીથી ઇલેક્ટ્રિક્ટ એન્જિનિયરિંગમાં શિક્ષણ લીધું હતું.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]