નવી દિલ્હીઃ આયકર નિયમો અનુસાર સૌથી વધારે નોકરિયાત વર્ગ પીસાઈ રહ્યો છે. જ્યારે બિઝનેસમેન અને કન્સલ્ટન્ટ દર મહિને વિભિન્ન મદદમાં ખર્ચ અંતર્ગત છૂટ પ્રાપ્ત કરી લે છે. જ્યારે પગારદાર વર્ગના એમ્પ્લોયર જ તેના પગારમાંથી ટીડીએસ કાપી લે છે. આનાથી તેના હાથમાં આવતું વેતન મહત્વપૂર્ણ રુપે ઓછું હોય છે.
સ્થિતિ એ છે કે નોકરિયાત વર્ગને કન્સલ્ટન્ટની તુલનામાં ત્રણ ગણો વધારે ટેક્સ આપવો પડે છે. જો પગારદાર અને કન્સલ્ટન્ટની વાર્ષિક આવક 30 લાખ રુપિયા છે તો કન્સલ્ટન્ટને સીધા જ 50 ટકા એટલે કે 15 લાખ રુપિયાની આવક કરમુક્ત થઈ જાય છે. જ્યારે નોકરિયાત વર્ગના ખાતામાં માત્ર પ્રોફેશન ટેક્સ અને સ્ટાન્ડર્ડ ડિડક્શનના રુપમાં ક્રમશઃ 2400 રુપિયા અને 40 હજારની છૂટ મળે છે.
બંને વર્ગ સેક્શન 80 સી અને 80 ડી અંતર્ગત ક્રમશઃ 150000 અને 25 હજારની છૂટ પ્રાપ્ત કરી શકે છે. આ તમામ બાદ નોકરિયાત વર્ગની ટેક્સેબલ ઈનકમ જ્યાં 27,82600 રુપિયા હોય છે, ત્યાં જ કન્સલ્ટન્ટને 13,25,000 રુપિયાની આવક પર જ કરી દેવાનું હોય છે. આ રકમ પર પગારદાર વર્ગ જ્યાં 6,73,171 રુપિયા ટેક્સ આપે છે ત્યાં જ કન્સલ્ટન્ટને 2,18,400 રુપિયા ટેક્સ ભરવો પડે છે. આ પ્રકારે કન્સલ્ટન્ટની તુલનામાં પગારદાર વર્ગ તરફથી આપવામાં આવતો કર 200 ટકા વધારે છે.
આ સ્થિતિમાં પગારદાર વર્ષ આ વર્ષે બજેટમાં સરકાર અને નાણા પ્રધાન પાસેથી સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં આ વર્ષે વધારે છૂટ ઈચ્છે છે. આ પહેલા વર્ષ 2019ના અંતરિમ બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમને 40 હજારથી વધારીને 50 હજાર કરવામાં આવી હતી. ડેનમાર્ક અને દક્ષિણ કોરિયા જેવા કેટલાક દેશો નોકરિયાત વર્ગને નિશ્ચિત આવક પર છૂટ આપે છે.