મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે નીચલા મથાળે ખરીદી થતાં વૃદ્ધિ જોવા મળી હતી. માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટકોમાંથી પોલિગોન સિવાયના તમામ કોઇન વધ્યા હતા. બેથી ચાર ટકાની રેન્જમાં વધેલા મુખ્ય કોઇન લાઇટકોઇન, અવાલાંશ, બિટકોઇન અને શિબા ઇનુ હતા.
દરમિયાન, કોલંબિયાની સેન્ટ્રલ બેન્કે રિપલના સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) પ્લેટફોર્મની મદદથી દેશની પેમેન્ટ સિસ્ટમમાં બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અર્થે રિપલ સાથે સહયોગ સાધ્યો છે. બીજી બાજુ, યુરોપિયન યુનિયને ક્રિપ્ટોકરન્સી સંબંધિત ફરિયાદો બાબતે તથા હિતના ટકરાવ સંબંધેના નિયમો બાબતે ચર્ચા કરવા જુલાઈમાં બેઠક બોલાવી છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.45 ટકા (519 પોઇન્ટ) વધીને 36,193 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,674 ખૂલીને 36,345ની ઉપલી અને 35,556 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.