મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરીથી તેજી પાછી ફરી હોય એવું લાગે છે. ટ્રેડરોને આશા છે કે હવે ફુગાવો એની ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હોવાથી આગામી સમયમાં વ્યાજદરમાં મોટો વધારો કરવામાં નહીં આવે. માર્કેટના બેન્ચમાર્ક IC15ના ઘટકોમાંથી સોલાના, પોલીગોન, ડોઝકોઇન અને ચેઇનલિંક 5-8 ટકા વધ્યા હતા, જ્યારે એક્સઆરપી 1 ટકો ઘટ્યો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન 1.05 ટ્રિલ્યન ડોલર રહ્યું હતું. ન્યૂ યોર્કની ફેડરલ રિઝર્વ બેન્કે કરેલા એક પ્રયોગ અનુસાર જો સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીનો ઉપયોગ શરૂ થશે તો વિદેશી હૂંડિયામણના વ્યવહારો બે દિવસને બદલે દસ સેકંડ કરતાં ઓછા સમયમાં પાર પડી જશે.
આ અગાઉ, ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.4 ટકા (1,066 પોઇન્ટ) વધીને 32,515 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 31,449 ખૂલીને 32,855 પોઇન્ટની ઉપલી અને 31,051 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ |
|||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
31,449 પોઇન્ટ | 32,855 પોઇન્ટ | 31,051 પોઇન્ટ | 32,515 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 5-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |