મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સતત બીજા દિવસે સુધારો જોવા મળ્યો હતો. માર્કેટના બેન્ચમાર્ક આઇસી15 ઇન્ડેક્સના ઘટકોમાંથી યુનિસ્વોપ, પોલીગોન, ઈથેરિયમ અને અવાલાંશ બેથી પાંચ ટકા વધ્યા હતા. માર્કેટ કેપિટલાઇઝેશન 853 અબજ ડોલર રહ્યું હતું.
એક્સેન્ચરે તૈયાર કરેલા એક અહેવાલ મુજબ ક્રીપ્ટોકરન્સી, સ્ટેબલકોઇન, ટોકન અને સેન્ટ્રલ બેન્ક ડિજિટ કરન્સી એ બધી ડિજિટલ એસેટ્સ ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2030 સુધીમાં રિટેલ રોકડ પેમેન્ટમાં લગભગ 80 ટકા ઘટાડો કરી દેશે.
દરમિયાન, ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં હાલ વાતાવરણ ઢીલું હોવા છતાં વેન્ચર કેપિટલ કંપનીઓ વેબ3 અને ડિફાઇ ક્ષેત્રે ભંડોળ પૂરું પાડી રહી છે. ભારતીય રિઝર્વ બેન્કે આગામી પહેલી ડિસેમ્બરથી રિટેલ ડિજિટલ રૂપીનો પ્રયોગ શરૂ કરવાનું નક્કી કર્યું છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.53 ટકા (632 પોઇન્ટ) વધીને 25,604 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 24,972 ખૂલીને 25,907ની ઉપલી અને 24,687 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
24,972 પોઇન્ટ | 25,907 પોઇન્ટ | 24,687 પોઇન્ટ | 25,604 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 30-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |