આ ઘટના સંબંધે ઈન્ડિયા આઈએનએક્સના એમડી અને સીઈઓએ કહ્યું કે અમે ભારતના પોતાના આઈએફએસસી પર એચડીએફસી બેન્કના એટી1 બોન્ડ્સના લિસ્ટિંગને આવકારીએ છીએ. અમે એચડીએફસી બેન્કે અમારા પ્લેટફોર્મ પર મૂકેલા ભરોસા બદલ આભાર માનીએ છીએ અને તેમની સફળતા બદલ અભિનંદન આપીએ છીએ. અમે નિયામક આઈએફએસસીએ સાથે મળીને ઈશ્યુઅરોને વિસ્તૃત અને વિશ્વ કક્ષાની સાતત્યપૂર્ણ લિસ્ટિંગ પ્રક્રિયા પૂરી પાડીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે વધુને વધુ ઈશ્યુઅરો નજીકના ભવિષ્યમાં અમારા પ્લેટફોર્મ પર આવશે.આઈએફએસસીએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનોજ કુમારે કહ્યું કે એચડીએફસી એટી1 બોન્ડ્સ અહીં લિસ્ટ થયાં તે દર્શાવે છે કે બંને એક્સચેન્જીસનાં આઈએફએસસી પ્લેટફોર્મ આતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક છે. આ એક મહત્ત્વની સિદ્ધિ છે. આઈએફએસસીએ તાજેતરમાં બોન્ડ ઈશ્યુના નિયમોમાં ફેરફારો કર્યા છે, જેને પગલે વધુને વધુ ઈશ્યુઅરો બોન્ડ્સના લિસ્ટિંગ માટે આગળ આવશે.
————————————————-