નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે લોકોને વધુ એક ભેટ આપી છે. મંગળવારના રોજ સરકારે કહ્યું કે 20 લાખ રુપિયા સુધીની ગ્રેજ્યુએટી મળવા પર ઈનકમ ટેક્સ પણ નહીં આપવો પડે. પહેલાં આ મર્યાદા 10 લાખ રુપિયા સુધીની હતી.
ફાઈનાન્સ મિનિસ્ટર અરુણ જેટલીએ કહ્યું કે ઈનકમ ટેક્સ એક્ટની ધારા 10(10)(iii) માં સંશોધન કરવામાં આવશે અને આ એક્ટ અંતર્ગત ગ્રેજ્યુટીની રકમ પર મળનારી ઈનકમ ટેક્સની છૂટની સીમા વધારવામાં આવશે.
સરકારના આ પગલાંથી તમામ પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓને ફાયદો થશે જે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ અંતર્ગત નથી આવતાં. જેટલીએ ટ્વિટ કરતા કહ્યું કે સરકારના આ નિર્ણયની જાણકારી આપી છે.