નવી દિલ્હી – નાણાં પ્રધાન પીયૂષ ગોયલે આજે રજૂ કરેલા વચગાળાના કેન્દ્રીય બજેટમાં વિવિધ વર્ગોનાં લોકોને રાહતની જાહેરાત કરાઈ છે. પ્રજાને બખ્ખાં થઈ શકે છે, પણ આગામી એક વર્ષ માટેની જોગવાઈઓની બારીકીપૂર્વક સમીક્ષા કરવાની જરૂર છે. બજેટમાં લાભ આપવામાં આવ્યા છે, પણ તેના માટેનાં નાણાં ક્યાંથી આવશે એ સ્પષ્ટ થશે તો જ આ લાભ વાસ્તવિક બની શકશે. આગામી નાણાકીય વર્ષ માટે મૂડીગત ખર્ચ 3.36 લાખ કરોડ રૂપિયા રખાયો છે.
કુલ ખર્ચનો અંદાજ 27.84 લાખ કરોડ રૂપિયા પાછલા વર્ષ કરતાં 13 ટકા વધારે
· 6.5 લાખ રૂપિયા સુધીની આવકવાળાએ હવે કરવેરો ભરવો નહીં પડે, કારણ કે 1.5 લાખ સુધીની રોકાણની કરરાહત મળે છે.
· હોમ લોન, એજ્યુકેશન લોન, નેશનલ પેન્શન સ્કીમ, મેડિકલ ખર્ચ વગેરેના ડિડક્શનને લીધે કરમુક્તિની મર્યાદા 6.5 લાખ કરતાં પણ વધારે થઈ જશે.
· 18,500 કરોડ રૂપિયાનો લાભ. 3 કરોડ મધ્યમ વર્ગીયોને લાભ. નોકરિયાતો, નાના વેપારીઓ, પેન્શનર્સ, વગેરેને થશે ફાયદો
· પગારદાર માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન 40,000થી વધારીને 50,000 કરોડ રૂપિયા કરાયું.
· બીજા ઘર માટેના કેપિટલ ગેઇન રોલઓવરનો લાભ અમુક શરતોને આધીન રહીને આપવામાં આવશે
· નિયત સાફ, નીતિ સ્પષ્ટ, નિષ્ઠા અટલ છે એવું નેતૃત્વ આપ્યું છે.
નાણાપ્રધાને જાહેર કર્યું દસ વર્ષનું ધ્યેયઃ
· દેશના વિકાસ માટેનો પાયો નખાયો છે.
· વિકાસની ક્ષમતા હાંસલ કરવાના માર્ગમાં આવતા અવરોધો દૂર કરવાની દિશામાં પગલાં ભરાયાં છે.
· ફિઝિકલ અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે. ઇઝ ઑફ લિવિંગ લવાશે
· દેશ આગામી પાંચ વર્ષમાં 5 ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બનશે
· ડિજિટલ ઇન્ડિયા દરેક ક્ષેત્રમાં અને દેશના દરેક ખૂણે ફેલાવવાનું ધ્યેય
· દેશને પ્રદૂષણમુક્ત રાષ્ટ્ર બનાવાશે. ઈલેક્ટ્રિકલ વાહનો ચલાવાશે અને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ વધારાશે. ઈંધણની આયાત ઘટાડાશે
· મોટાપાયે રોજગારનું સર્જન કરાશે. ભારત વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનવાની તૈયારીમાં છે
· સ્વચ્છ નદીઓનું ધ્યેય. દરેક નાગરિકને સ્વચ્છ પાણી અને ખેતી માટે પાણીની વ્યવસ્થા
· સાગરમાલા યોજના માટે વધુ કામ કરાશે.
· 2022 સુધીમાં ભારતીયને અવકાશમાં મોકલવાનું આયોજન