નવી દિલ્હીઃ સરકાર દેશના અસંગઠિત ક્ષેત્રમાં સૌથી કમજોર 25 ટકા ભાગ માટે એક ફાઈનાંશિયલ સિક્યૂરિટી સ્કીમ શરુ કરવા પર વિચાર કરી રહી છે. આ અંતર્ગત અસંગઠિત ક્ષેત્રના 10 કરોડ કામદારોના રિટાયરમેન્ટ બાદ એક ન્યૂનતમ પેન્શન ગેરંટી આપવામાં આવશે. આ પેન્શન તે કામદારોને આપવાની યોજના છે જેમની મંથલી સેલરી 15000 રુપિયાથી ઓછી હોય.
આ યોજના લાગુ કરવા વાર્ષિક 1200 કરોડ રુપિયાની જરુર પડશે અને આ દેશના 50 કરોડ વર્કર્સને યૂનિવર્સલ સોશિયલ સિક્યૂરૂટી આપવાના સરકારના વિઝનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે. અત્યારે ન્યૂનતમ પેન્શન 1000 રુપિયા પ્રતિમાસ જેટલું છે.
આ યોજનાની જાણકારી રાખતા અધિકારીઓ અનુસાર 18 વર્ષની ઉંમરથી કામ શરુ કરનારા કોઈ વર્કરને 20-25 વર્ષ બાદ કામ દરમિયાન મામૂલી માસિક અંશદાન કરવાનું રહેશે અને આ યોજના માટે તેટલું જ અંશદાન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે આ યોજના ઘણા ચરણોમાં લાગુ કરવામાં આવશે અને તેના પહેલા ચરણ અંતર્ગત આંશિક કવરેજ આપવામાં આવશે.
ભારતમાં આશરે 50 કરોડ વર્કફોર્સ છે જેમાંથી 90 ટકા ભાગ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. એવા વર્કર્સને પ્રાયઃ સરકારો દ્વારા નક્કી ન્યૂનતમ વેતન પણ નથી મળતુ અને ન તો પેન્શન અથવા હેલ્થ ઈન્શ્યોરંસ જેવી સિક્યોરિટી પ્રાપ્ત થઈ શકે છે. 15000 રુપિયા પ્રતિમાસથી વધારે સેલરીવાળા એમ્પલોયઝ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઈઝેશન અથવા એમ્પ્લોયઝ સ્ટેટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન અંતર્ગત કવર્ડ છે એટલે કે પ્રથમ ચરણમાં તેમને પ્રસ્તાવિત યોજનાના વર્તુળમાંથી બહાર રાખવામાં આવશે.
આ યોજના એક વ્યાપક યૂનિવર્સલ સોશિયલ સિક્યૂરિટી સિસ્ટમ બનાવવાની લેબર મિનિસ્ટ્રીની પહેલાની કોશિશોથી કંઈક અલગ છે જેમાં 50 કરોડ વર્કર્સને એસઈસીસી ડેટાના આધાર પર ચાર સ્તરોમાં વહેંચવામાં આવ્યા હતા અને સૌથી નીચેવાળા 25 ટકા વર્કર્સ માટે અંશદાન સરકારને જ કરવાનું હતું, તેના ઉપરના 25 ટકા ભાગ માટે સબસિડી આપવાની હતી જ્યારે આનાથી ઉપરના સ્તર વાળા લોકોને કાંતો પોતે અંશદાન કરવાનું હતું અથવા તેમના એમ્પ્લોયર્સને આમાં ભાગ આપવાનો હતો.