નવી દિલ્હી- સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દૂસ્તાન પેટ્રોલિયમ એ એક યોજનાની શરુઆત કરી છે, જેના હેઠળ તે 100 શહેરોમાં ઉપયોગ થઈ ચૂકેલા ખાવાના તેલમાંથી બાયોડીઝલ મેળવશે. પ્રોગ્રામની ઔપચારિક રૂપથી પેટ્રોલિયમ અને નેચરલ ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને લોન્ચ કર્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ આના માટે પ્રાઈવેટ કંપનીઓ સાથે કરાર કરશે, જે બાયોડીઝલ બનાવવા માટે પ્લાન્ટ સ્થાપશે.
શરુઆતમાં ઓઈલ કંપનીઓ બાયોડીઝલ 51 રૂપિયા પ્રતિ લિટરના ભાવે લેશે તેના બીજા વર્ષે આની કિંમત 52.7 રૂપિયા પ્રતિ લિટર હશે અને ત્રીજા વર્ષે આની કિંમત વધીને 54.5 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે.
ધર્મેન્દ્ર પ્રધાને રીપર્પઝ યૂઝ્ડ કુકિંગ ઓઈલ (RUCO) સ્ટીકર અને યૂઝ્ડ કુકિંગ ઓઈલ (UCO) માટે મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ટ કરી. આ એપ દ્વારા એ સુનિશ્ચિત કરી શકાશે કે ઉપયોગ થયેલા ઓઈલનો ફરી વખત ઉપયોગ ન થાય. આ સ્ટીકર ફૂડ પોઈન્ટ્સ, હોટલો અને રેસ્ટોરન્ટે તેમના પરિસરમાં લગાવીને એવી જાહેરાત કરવાની રહેશે કે, બાયોડીઝલ માટે UCOનો પુરવઠો એક્ઠો કરે છે.
વિશ્વ બાયોફ્યૂલ ડે પર આયોજીત એક કાર્યક્રમમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, કુકિંગ ઓઈલ ઉપરાંત બાયોડીઝલ અનેક રૂપમાં ઉપલબ્ધ છે. અમે બાયોફ્યૂલ ડેને વૈકલ્પિક ઉર્જા દિવસ તરીકે ઉજવીશું.
દર વર્ષે બનશે 110 કરોડ લીટર બાયોડીઝલ
ભારતમાં દર વર્ષે 2700 કરોડ લીટર કુકિંગ ઓઈલનો ઉપયોગ થાય છે, જેમાંથી 140 કરોડ કુકિંગ ઓઈલ હોટલ, રેસ્ટોરન્ટ અને કેન્ટિનમાંથી એક્ત્ર કરી શકાય તેમ છે. જેમાંથી દર વર્ષે અંદાજે 110 કરોડ લિટર બાયોડીઝલ બનાવી શકાશે.
યૂઝ્ડ કુકિંગ ઓઈલથી બિમારી
આ અવસરે આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને ઓઈલ મિનિસ્ટ્રીના આ પ્રયાસને બિરદાવતા કહ્યું કે, ઉપયોગમાં લેવાયેલા ઓઈલનો ફરી વખથ ખાવામાં ઉપયોગ કરવાથી હાઈપરટેન્શન, એથિરોસ્ક્લેરોસિસ, અલ્ઝાઈમર અને લિવર સંબંધિત બિમારીઓ થવાની શક્યતા રહેલી છે.