પાકિસ્તાનમાં નહીં વેચાય સૂરતનાં કપડાં, દિલ્હીના વેપારીઓએ કર્યાં ઓર્ડર કેન્સલ

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને ખતમ કર્યા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધને ખતમ કરી દીધા છે. સૂરતનું કપડાંબજાર દેશવિદેશના ઓર્ડરોથી ધમધમતું રહે છે. એવામાં પાકિસ્તાનમાં પણ સૂરતના કપડાં નિકાસનો વેપાર વાયા દિલ્હીના વેપારીઓ ચાલે છે. જે હવે ઓર્ડર કેન્સલ કરાવી રહ્યાં છે.ત્યારે આવામાં દેશના સૌથી મોટા માનવ નિર્મિત કપડાના હોલસેલ માર્કેટ સુરતને મોટુ નુકસાન થયું છે. સુરતની સાડીઓ, લેંઘા અને દુપટ્ટાઓના પાકિસ્તાનમાં બે સૌથી મોટા કપડા બજાર છે, લાહોરમાં આઝમ કપડા બજાર અને કરાંચીમાં લખનઉ માર્કેટમાં ખૂબ ડિમાન્ડ છે.

પાડોશી દેશના આ બન્ને બજારોના મોટાભાગના વ્યાપારી દિલ્હી અને અમૃતસરના માધ્યમથી સૂરતના જથ્થાબંધ બજારથી સસ્તાં કપડાં, સાડી, લેંઘા સહિત અન્ય કપડાંઓની આયાત કરે છે. એક વ્યાપારીએ જણાવ્યું કે અમે દિલ્હીમાં વ્યાપારીઓના માધ્યમથી કુર્તિઓ અને દુપટ્ટાઓની આપૂર્તિ કરી રહ્યા છે. દિલ્હીના વ્યાપારીઓ કે જેમણે અમને હોલસેલના ઓર્ડર આપ્યાં અને અમે માલ મોકલ્યો છે અને અમને માલની આપૂર્તિ બંધ કરવા જણાવવામાં આવ્યું છે.

અન્ય એક વ્યાપારીના જણાવ્યા અનુસાર પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સાથે વ્યાપાર ખૂબ કઠણ બની ગયો હતો. ત્યાંના મોટાભાગના વ્યાપારીઓએ સૂરતથી સસ્તી સાડી, લેંઘા અને અન્ય કપડાઓની આયાત કરી હતી અને બાદમાં સ્થાનિક બજારોમાં વેચી દીધાં હતાં. તેમણે કહ્યું કે દુબઈ અને બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવેલા નિર્યાતની તુલનામાં સૂરતથી પાકિસ્તાનને સીધું નિર્યાત ઓછું છે.