ગૂગલે ભારતીય શહેરો માટે 3D મેપ્સ લોન્ચ કર્યા

નવી દિલ્હીઃ ગૂગલ મેપે સરકારની ન્યુ જિયોસ્પેશિયલ પોલિસીનો લાભ ઉઠાવતાં દેશમાં ગૂગલ સ્ટ્રીટ વ્યુ મેપિંગ પ્રોડક્ટ લોન્ચ કરી છે, જે પછી સ્થાનિક કંપની મેપમાયઇન્ડિયાએ પણ રિયલ વ્યુ મેપ્સ નામની પ્રોડક્ટ લોન્ચ કરી છે, જેમાં 360 ડિગ્રીનો પેનોરામિક સ્ટ્રીટ વ્યુ જોઈ શકાશે અને એમાં 3D મેટાવર્સ મેપ સર્વિસ સેવા પણ સામેલ છે.

ગૂગલ મેપ્સ પર હવે ભારતનાં 10 શહેરોમાં રસ્તાઓ અને ગલીઓના વાસ્તવિક ફોટો જોઈ શકાશે. ટેક્નોલોજી કંપની આ માટે બે સ્થાનિક કંપનીઓની સાથે ભાગીદારી કરી છે. ગૂગલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જેનેસિસ ઇન્ટરનેશનલ અને ટેક મહિન્દ્રાની ભાગીદારીની સાથે રસ્તા, ગલીઓના વાસ્તવિક ફોટાઓ જોવાની સેવા શરૂ કરવામાં આવી છે. આ ફીચર્સના માધ્યમથી ગૂગલ મેપ્સ યુઝર રસ્તા પરનો 360 ડિગ્રી વ્યુ જોઈ શકશે. આ ફીચર એન્ડ્રોઇડ અને IOS –બંને પર ઉપલબ્ધ છે.

ગૂગલ, જેનેસિસ ઇન્ટરનેશનલ અને ટેક મહિન્દ્રાની વર્ષ સુધીમાં આ સર્વિસને 50થી વધુ શહેરોમાં વિસ્તરણ કરવાની યોજના છે. આ સાથે કંપની ટ્રાફિક સત્તાવાળાઓ દ્વારા જારી કરવામાં આવેલા ઝડપમર્યાદાના આંકડા પણ બતાવશે. કંપનીએ ટ્રાફિક લાઇટને યોગ્ય બનાવવાના મોડલની લઈને બેંગલુરુ ટ્રાફિક પોલીસની ભાગીદારીની પણ ઘોષણા કરી છે.

કંપનીએ કહ્યું હતું કે હાલમાં સ્ટ્રીટ વ્યુ 10 ભારતીય શહેરો માટે ઉપલબ્ધ છે અને દેશમાં એના હેઠળ 1,50,000 કિલોમીટરનો વિસ્તાર કવર કરવામાં આવ્યો છે.

આ સાથે સ્ટ્રીટ વ્યુ અને રિયલ વ્યુ જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ માટે ઉપલબ્ધ છે અને તેઓ એમની એપ અને સર્વિસિસમાં એનું જોડાણ કરી શકે અને એ નિયમિત યુઝર્સને માટે પણ એ ઉપલબ્ધ કરાવી શકશે. આ સિવાય કંપનીએ વાયુની ગુણવત્તા વિશે માહિતી આપવા માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની સાથે ગઠબંધન કરવાની ઘોષણા કરી હતી.